હાર્દિક પટેલ પર યુવકે ફેંકી શાહી, ઉશ્કેરાયેલા હાર્દિકના સમર્થકોએ શું કર્યું ? જાણો વિગત
વધુમાં આગળ લખ્યું કે, મારી સાથે વાય સિક્યોરિટી ચાલતી હતી. તેમ છતાં મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો અને હું સલામત નથી તો સામાન્ય વ્યક્તિનું શું થતું હશે. હાર્દિકના આરોપ પર બીજેપીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન પહોંચેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પર એક યુવકે શાહી ફેંકી હતી. મિલિંદ ગુર્જર નામના એક યુવકે હાર્દિકના મોં પર શાહી ફેંકી હતી. ત્યારબાદ હાર્દિકના સમર્થકોએ તે યુવકની પીટાઇ કરી દીધી હતી. બાદમાં યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મિલિંદ ગુર્જર હાર્દિક પટેલના મધ્યપ્રદેશ પ્રવાસને લઇને નારાજ હતો.
હાર્દિકે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મારા પર શાહી ફેંકીને ભાજપના કાર્યકરે ઉજ્જૈનમાં મારુ સ્વાગત કર્યું હતું. શાહી ફેંકનાર લોકોને અમે માફ કર્યો છે. લડાઇ અમારી ચાલુ રહેશે. હું ગોળીઓથી ડરતો નથી તો શાહીથી કેવી રીતે ડરું.
એક રિપોર્ટ પ્રમાણે, યુવક શાહી ફેંક્યા બાદ બુમો પાડી રહ્યો હતો કે તે હાર્દિકને મધ્યપ્રદેશમાં ઘૂસવા નહી દે. આ ઘટના બદલ હાર્દિક પટેલે બીજેપીને જવાબદાર ગણાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -