ઉત્તર પ્રદેશમાં ત્રણ તલાક કહેવા પર તુર્ક સમાજે પતિને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
હુસેને જણાવ્યું હતું કે પંચાયતે મેહર તરીકે રૂ.૬૦ હજાર તથા દહેજમાં આપેલ સોફા, બેડ, મોટરસાઇકલ, વાસણો વગેરે તમામ સામાન કન્યા પક્ષને પાછો અપાવ્યો હતો. તુર્ક સમાજે તલાક કહેવા માટે પોતાના સમાજમાં અગાઉથી જ પ્રતિબંધ મૂકી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચાયતમાં તમામ વચ્ચે ચર્ચા થઇ હતી, જેમાં પંચાયતે એક સાથે ત્રણ તલાક આપવાની વાતને ગંભીર માની અને ટ્રીપલ તલાક આપનાર વ્યકિતને સર્વસંમતિથી 2 લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો. પતિએ પંચાયતની વાત માનતા સ્થળ પર જ દંડની રકમ ચૂકવી હતી.
નિકાહ પછીથી પતિ-પત્નીમાં ઝઘડા શરૂ થઇ ગયા હતા. દસ દિવસ પહેલા બંનેને ઝઘડો થયો હતો જેના પછી પતિએ ગુસ્સે થઇને પત્નીને ત્રણવાર તલાક કહી દીધા હતા. તેમણે કહ્યું હતું કે આ મામલે તુર્ક બિરાદરીની પંચાયત સંભલના રાયસતી સ્થિત મદેરસા ખલીલ ઉલ ઉલૂમમાં સંપન્ન થઇ હતી. તેમાં બાવન ગામના તુર્ક બિરાદરીના લોકો સામેલ થયા હતા.
સંભલ: ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં મુસ્લિમોની તુર્ક સમાજની પંચાયતે ત્રણ કલાક કહેનાર પતિને ફટકાર લગાવતાં 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંચાયતના અધ્યક્ષ શાહિદ હુસેને કહ્યું હતું કે સદિરનપુર ગામની રહેવાસી ૨૨ વર્ષીય એક યુવતીના લગ્ન મુસાપુર ગામના ૪૫ વર્ષના એક વ્યકિત સાથે એક વર્ષ પહેલા થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -