ગોવાના નવા CMનું આ છે ઘર, IIT ગ્રેજ્યુએટ પારિકરનો પરિવાર હજુ ચલાવે છે સ્ટોર, જાણો સાદગીની વધુ વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2007માં હાર મળ્યા બાદ માર્ચ 2012માં ગોવાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને 24 બેઠકો જીતાડી સતા પર લાવનારા પાર્રિકર ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. પાર્રિકર હંમેશા હાફ સ્લિવજ શર્ટ પહેરે છે. તે સાધારણ પેન્ટ અને સેન્ડલમાં જોવા મળતા હોય છે.
પાર્રિકર ગોવાના મુખ્યમંત્રી રહેતા પોતાના જન્મદિવસ પર થતાં ખર્ચના રૂપિયા ચેન્નઇ રિલીફ ફંડમાં મોકલી દીધા છે. તે સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે જોડાયેલા રહે છે.
પાર્રિકર આધાર કાર્ડના જનક ગણાતા નંદન નિલેકણીના ક્લાસમેટ પણ છે. પાર્રિકરના પિતા કરીયાણાનો સ્ટોર ચલાવતા હતા. ગોવાના મુખ્યમંત્રી છતાં પાર્રિકર ગાડીઓનો કાફલો છોડી સ્કૂટરમાં વિધાનસભા જતા હતા. સંરક્ષણ મંત્રી દરમિયાન પણ તે ઇકોનોમી ક્લાસમાં સફર કરતા હતા. તેઓ પ્લેનમાં સફર કરતા નથી.
પાર્રિકર મુખ્યમંત્રી બનનારા પ્રથમ આઇટીયન હતા. વર્ષ 1978માં તેમણે આઇઆઇટી બોમ્બેમાંથી મેટલર્જિકલમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 2001માં પાર્રિકરને આઇઆઇટી બોમ્બેના ડિસ્ટિંગ્વિસ્ટ એલ્યૂમિની એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
પરંતુ તેમણે હિંમતપૂર્વક ઇમાનદાર મુખ્યમંત્રી તરીકે પોતાની શાનદાર છબિ બની હતી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ નવેમ્બર 2014માં તેમને સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા.
મનોહર પાર્રિકર 24 ઓક્ટોબર 2000માં પ્રથમવાર ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યમંત્રી પદ સંભાળ્યાના થોડા સમય અગાઉ તેમની પત્નીનું કેન્સરને કારણે નિધન થયું હતું. જેને કારણે તેમના બે બાળકોની જવાબદારી તેમના માથે આવી હતી.
પાર્રિકરનો જન્મ ગોવાના માપુસામાં થયો હતો. 13 ડિસેમ્બર 1955માં જન્મેલા પાર્રિકરનું આખુ નામ ગોપાલકૃષ્ણન પ્રભુ પાર્રિકર છે. ગોવામાં બીજેપીની પક્કડ મજબૂત કરવામાં પાર્રિકરનો મહત્વનો ફાળો છે. પાર્રિકર પ્રથમવાર 1994માં બીજેપીના ધારાસભ્ય બન્યા હતા. ત્યારે પાર્ટીને ગોવામાં ફક્ત ચાર બેઠકો મળી હતી.
મનોહર પાર્રિકર પોતાની સાદગીને લઇને ગોવા સહિત સમગ્ર દેશમાં ખૂબ લોકપ્રિય છે. ગોવાના મુખ્યમંત્રી હતા તે સમયે પણ તેઓ મુખ્યમંત્રી નિવાસ લેવાનો ઇનકાર કરી દીધો હતો અને તેઓ પોતાના એક નાના ઘરમાં રહેતા હતા. તે રસ્તા પર ટી-સ્ટોલ પર ચા પીતા પણ જોવા મળતા હતા.
પણજીઃ પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકર આવતીકાલે ગોવાના નવા મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હાએ મનોહર પાર્રિકરને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા. ગોવા વિધાનસભામાં બહુમતી માટે 21 બેઠકો જરૂરી છે તેવામાં બીજેપી પાસે 13 બેઠકો છે. ભાજપને સમર્થન આપનારી ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમંતકની ત્રણ-ત્રણ બેઠકો અને એનસીપી પાસે એક બેઠક છે. મનોહર પાર્રિકરને 15 દિવસમાં બહુમત સાબિત કરવાની છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -