કુલભૂષણની માતા અને પત્ની સાથે PAKમાં થયેલા દુર્વ્યવહારનો મુદ્દો લોકસભામાં ગુંજ્યો
તૃણમુલ કોંગ્રેસના સૌગત રાયે પાકિસ્તાનમાં જાધવ પરિવાર સાથે થયેલા દુવ્યવહારની નિંદા કરીને કહ્યું કે, “પડોશી રાષ્ટ્રએ નિમ્ન હરકત કરી છે. દેશના દરેક ખૂણામાં તેની નિંદા થવી જોઈએ. તેમણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને આ મુદ્દે ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી હતી.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે કહ્યું કે, જો પાકિસ્તાન કુલભૂષણ જાધવને આતંકવાદી માને છે તો તેઓ તે હિસાબે જ વ્યવહાર કરશે. આપણાં દેશમાં પણ આતંકીઓ સાથે આવો જ વ્યવહાર કરવો જોઈએ.
નવી દિલ્હીઃ જાસૂસી આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવના પરિવારની ઇસ્લામાબાદમાં મુલાકાત દરમિયાન થયેલા દુર્વ્યવહારનો મુદ્દો આજે લોકસભામાં ઉઠ્યો હતો. સાંસદોએ પાકિસ્તાનના આ કૃત્યની નિંદા કરી હતી. આ મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ગુરુવારે ગૃહમાં નિવેદન આપશે. સોમવારે જાધવન સાથે મુલાકાત પહેલાં પાકિસ્તાની અધિકારીઓએ તેની પત્ની અને માતાને મંગળસૂત્ર, બંગડીઓ, ચાંદલો અને જૂતાં ઉતારવા મજબૂર કર્યા હતાં. બંનેનાં કપડાં પણ બદલાવ્યાં હતાં. પરત ફરતી વખતે જાધવની પત્નીનાં જૂતાં પણ પરત નહોતાં કર્યા. પાકિસ્તાનના આ વલણ સામે ભારતે નારાજગી દર્શાવી હતી. વિદેશ મંત્રાલયે આ ઘટનાક્રમને બંને દેશો વચ્ચે સધાયેલી સહમતિનો ભંગ ગણાવ્યો હતી.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “પાકિસ્તાને જાધવની માતા અને પત્ની સાથે જે વર્તન કર્યું તેનો અમે વિરોધ કરીએ છીએ. અમે બધા તેની સાથે છીએ. કુલભૂષણને ફરી ભારત લાવવામાં આવે તેવા પ્રયાસો કરવા જ જોઈએ.”
કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે જાધવના પરિવાર અંગેના વ્યવહાર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, પાકિસ્તાન પાસેથી આનાથી વધુ અપેક્ષા રાખી જ ન શકાય. જે રીતે કુલભૂષણ જાધવના માતા-પત્ની સાથે વ્યવહાર કરવામાં આવ્યો તે ઘણો જ શરમજનક હતો.
શિવસેના સાંસદ અરવિંદ સાંવતે કહ્યું કે, “પાકિસ્તાનના આ વર્તનની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. પાકિસ્તાનનો અર્થ વિશ્વાસ ઘાતી છે. જાધવને જ્યાં સુધી પરત નહીં લાવવામાં આવે ત્યાં સુધી અમે ચૂપ નહીં રહીએ.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -