અમૃતસર રેલ દુર્ઘટનાઃ પરિવારજનોના આક્રંદ વચ્ચે અગ્નિ સંસ્કાર કરાયા, લાકડાં પણ ખુટી પડ્યા, આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાનમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહે ડિવિસનલ કમિશનરે 4 સપ્તાહમાં તપાસ રિપોર્ટ આપવા કહ્યું છે. કેબિનેટના ત્રણ મંત્રીઓની સમિતી પણ તપાસ કરશે. કેન્દ્ર-રેલવે તંત્ર તપાસ કરી રહ્યું છે.
નગર નિગમના કમિશનર સોનાલી ગિરીએ દાવો કર્યો છે કે, મંજૂરી આપવાની વાત તો દૂર કોઈ અરજી પણ કરાઈ નહોતી તો આ વિસ્તારના ધારાસભ્ય નવજોતસિંહ સિદ્ધુએ આ ઘટનાને કુદરતી ગણાવી જવાબદારી પોતાના માથે લીધી નથી. જીઆરપીએ પણ અજ્ઞાત લોકો સામે FIR દાખલ કરી છે.
ગુસ્સે ભરાયેલા લોકો રેલવેની બેજવાબદારી ગણીને રેલવે તંત્ર ઉપર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જેના કારણે જ્યારે બપોરે મુખ્યમંત્રી ઘટના સ્થળની મુલાકાત લઈને ગયા ત્યારબાદ લોકો ગેટમેન પાસે પહોંચી ગયા હતા.
અમૃતસરમાં રાવણ દહન દરમિયાન બનેલી ઘટનાને કારણે લોકો હવે ગુસ્સામાં છે. શનિવારે બપોરે લોકોએ શિવાલા ફાટકના ગેટમેન નિર્મલસિંહને ઢીબી નાંખ્યો હતો. તેને રેલવેની કેબિનમાંથી નીચે ફેંકી દીધો હતો. આ કારણે તેને ગંભીર ઈજા થઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પરિવારજનોના આક્રંદ વચ્ચે દિવસભર મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા તે દરમિયાન સ્મશાનમાં લાકડાં પણ ખુટી પડ્યા હતાં.
દેશેરાના દિવસે અમૃતસરમાં બનેલી ભીષણ રેલવે દુર્ઘટનાના એક દિવસ બાદ તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. રેલવે બોર્ડના ચેરમેન અશ્વીન લોહાણીએ કહ્યું હતું કે, રેલવેને આયોજન અંગેની કોઈ માહિતી અપાઈ નહોતી.
અમૃતસર: દશેરાના દિવસે અમૃતસરમાં બનેલી રેલવે દુર્ઘટનાના એક દિવસ પછી મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે દરમિયાન પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. સ્મશાનમાં જ્યારે મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે લાકડાં પણ ખુટી પડ્યા હતા તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. આ ઘટનામાં 61 લોકો કચડાઈને મૃત્યુ પામ્યા હતા તથા 60થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -