માયાવતી અને અખિલેશના ગઠબંધનથી મોદી-શાહની ઊંઘ ઉડી, બન્ને એકસાથે કરશે 18 સભાઓ, જાણો વિગતે
નોંધનીય છે કે ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે, જેમાં 2014માં બીજેપીને સૌથી વધું 72 બેઠકો મળી હતી, જ્યારે માયાવતી ખાતુ પણ ન હતુ ખોલાવી શકી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાયાવતી અને અખિલેશના હાથ મિલવવાથી મોદી અને અમિત શાહની ઉંઘ હરામ થઇ ગઇ છે. આના પર પલટવાર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ગઠબંધન નથી પણ 'ઠગબંધન' છે.
માહિતી પ્રમાણે, લોકસભા ચૂંટણી માટે એકબીજા સાથે હાથ મિલાવ્યા બાદ માયાવતી અને અખિલેશ યાદવે આગળની રણનીતિ પર કામ કરવાનું શરુ કરી દીધુ છે. ગઠબંધન બાદ બન્ને નેતાઓ એકસાથે 18 રેલીઓ કરી શકે છે.
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીને માત આપવા માટે કટ્ટર હરિફો એકબીજા સાથે આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં એકબીજાના ઘોર વિરોધી ગણાતા બે પક્ષો સપા અને બસપા એકસાથે આવી રહ્યાં હોવાની વાતો છે, એટલું જ નહીં બન્ને પક્ષો સાથે રેલીઓ પણ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -