આ મહિલા રાજકારણીના ભાઈ પાસે 440 કરોડની રોકડ સાથે 1316 કરોડની સંપત્તિ, કઈ રીતે ભેગી કરી આ મિલકત? જાણો
આકૃતિ હોટલ્સનું સરનામું કોલકાતાનું છે અને તેમાં 37 શેરહોલ્ડરો છે પણ તે પૈકી મોટા ભાગના બોગસ હોવાનું મનાય છે. માયાવતીની ભાભી વિચિત્રલતાના નામે પણ ઘણી સંપત્તિ હોવાના આક્ષેપો આ અગાઉ ભાજપના સાસંદ કિરીટ સોમૈયાએ કર્યા હતા અને તેના પુરાવા પણ આપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પૈસા નોટબંધી બાદ ખાતામાં જમા થયા હતા. એવી પણ શંકા છે કે બસપા અને માયાવતીના ભાઇના ખાતામાં હવાલા લેવડ-દેવડથી પૈસા પહોંચ્યા છે. 2007માં આનંદ કામરની સંપત્તિ માત્ર 7.50 કરોડ હતી જે 7 વર્ષમાં વધીને 1316 કરોડ થઇ છે. આકૃતિ હોટલ્સ સહિત બીજી ઘણી કંપનીઓના તે માલિક છે.
આનંદ કુમારની એક કંપનીનું નામ છે રિયલ્ટર્સ પ્રા.લી. આ કંપનીએ 7 વર્ષમાં 45,257 ટકા નફો કર્યો છે. ઇડીએ આનંદકુમારના ખાતામાં 1.43 કરોડ અને બસપા સાથે જોડાયેલા એક ખાતામાં 104 કરોડ રૂપિયા જમા થયા હોવાનુ શોધી કાઢયું તેના પગલે આનંદ કુમારની સંપત્તિની વિગતો બહાર આવી છે.
આનંદકુમાર ઓછામાં ઓછી 12 કંપનીઓના માલિક છે. તેમની 1316 કરોડની સંપત્તિમાં 440 કરોડ રૂપિયા રોકડમાં છે અને 870 કરોડ રૂપિયા જમીન સહિતની સ્થાવર મિલ્કત સ્વરૂપે છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે માયાવતીના ભાઇ માત્ર કાગળ પર કેટલીક કંપનીઓ ચલાવતા ને તેના દ્વારા બહુ કમાણી કરી છે.
આનંદ કુમાર પાસે હાલમાં 1300 કરોડની સંપત્તિ છે અને તેમની કંપનીઓએ માત્ર 7 વર્ષમાં 18,000 ટકાનો નફો કર્યો છે. આ 7 વર્ષ દરમિયાન 5 વર્ષ એટલે કે 2007થી 2012 સુધી માયાવતી રાજયનાં મુખ્યમંત્રી હતાં. ઇન્કમટેક્ષ વિભાગ હાલમાં આનંદકુમારની 1300 કરોડની સંપત્તિની તપાસ કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો જંદ જામી ગયો છે ત્યારે બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. માયાવતીની મુશ્કેલીનું કારણ તેમના ભાઈ આનંદ કુમાર છે. માયાવતીના ભાઇ આનંદકુમારની સંપત્તિના કારણે માયાવતીએ ચૂંટણી જંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -