AAP ધારાસભ્યોની સદસ્યતા રદ થવા પાછળ આ વ્યક્તિનું દિમાગ? જાણો કોણ છે
ચૂંટણી પંચે એક વકીલ પ્રશાંત પટેલની ફરિયાદ બાદ રાષ્ટ્રપતિને આ ભલામણ કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે, પ્રશાંત પટેલ હિન્દુ લીગલ સેલના સભ્ય છે. તેમણે જૂન 2015માં તત્કાલિન રાષ્ટ્રપતિ સમક્ષ અરજી દાખલ કરીને સંસદીય સચિવોની ગેરકાયદેસર નિમણૂક પર સવાલ ઉભા કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રશાંત પટેલે ઇલાહાબાદ યુનિવર્સિટીની ક્રિસ્ચન કોલેજમાંથી ફિઝિક્સ અને ક્રિએટિવ ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. નોઇડાની ચૌધરીચરણ સિંહ યુનિવર્સિટીમાંથી કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિલ્હી સરકારે માર્ચ, 2015માં 21 ધારાસભ્યોને સંસદીય સચિવો બનાવ્યા હતા. જેને લઇને બીજેપી અને કોગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. પ્રશાંત પટેલે આના વિરુદ્ધમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે, આ 21 ધારાસભ્ય લાભના પદ પર છે જેથી તેમની સદસ્યતા રદ કરવામાં આવવી જોઇએ.
30 વર્ષીય પ્રશાંત પટેલ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના રહેવાસી છે. અગાઉ સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ લીલા સૈમસન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની ફરિયાદ કર્યા બાદ પ્રશાંત પટેલ ચર્ચામાં આવ્યા હતા. પ્રશાંત પટેલે એક્ટર આમિર ખાન અને ડિરેક્ટર રાજકુમાર હિરાની વિરુદ્ધ ફિલ્મ પીકેમાં હિન્દુ દેવી દેવતાઓને ખોટી રીતે ચિતરવા બદલ એફઆઇઆર દાખલ કરાવી ચૂક્યા છે. એટલું જ નહીં જેએનયુમાં થયેલી નારાબાજી મામલે કન્હૈયા કુમારે જામીન અરજી દાખલ કરી હતી ત્યારે પણ પ્રશાંત પટેલે સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ કરી હતી.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દિલ્હીની સતાધારી પક્ષ આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. ચૂંટણી પંચે આ અંગે પોતાનો એક રિપોર્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો સોંપ્યો હતો. પરંતુ શું તમે જાણો છો આમ આદમી પાર્ટીમાં આવેલા આ ભૂકંપ પાછળ કઇ વ્યક્તિનો હાથ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -