સોનાના મહેલમાં રહે છે આ સુલતાન, 7000 કારના કાફલાના છે માલિક
ફોર્બ્સ પ્રમાણે સુલતાનની સંપત્તિ 20 બિલિયન ડોલર (1.35 લાખ કરોડ રૂ.) છે. તેમના વિશે એવું કહેવાય છે કે તેમના કપડાંમાં એમ્બ્રોડરી માટે પણ સોનાનાં તાર વાપરવામાં આવે છે. સુલતાનની પાસે દુનિયાનો સૌથી મોટો લકઝરી મહેલ છે જેમાં 1788 રૂમ છે, આ રૂમમાં હીરા અને સોનું જડાયેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમની પાસે સોનાનું વિમાન અને 7000થી વધુ લક્ઝુરિયસ કાર્સ હોવાનું કહેવાય છે. તેમની પાસે 600 મર્સિડીઝ, 20 લેમ્બોર્ગિની, 160 પોર્શ, 130 રોલ્સ રોયલ, 360 ફરારી, 170 જગુઆર, 180 બીએમડબલ્યૂ, 530 મર્સિડીઝ બેન્ઝ અને સોનાથી જડેલ વિમાન પણ છે.
સુલતાન પાસે બોઇંગ 747-400 વિમાન છે. આ જેટમાં એક લિવિંગ રૂમ, બેડરૂમ અને રિમોટ કંન્ટ્રોલ ડેસ્ક છે. તે સિવાય સુલતાન પાસે 1788 રૂમવાળો મહેલ છે. જેની છત પર સોનાની પ્લેટ્સ જડેલી છે.
નવી દિલ્હીઃ દુનિયાના સૌથી અમીરોમાં ગણાતા બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કિયાહ ગણતંત્ર દિવસના કાર્યક્રમ અને ઇન્ડો આસિયાન સમિટમાં ભાગ લેવા માતે નવી દિલ્હી પહોંચ્યા હતા. બ્રુનેઇના સુલતાન જાતે જ પોતાનું પ્રાઇવેટ જેટ ચલાવીને બ્રુનેઇ પહોંચ્યા હતા. બ્રુનેઇના સુલતાન અત્યંત વૈભવી લાઇફસ્ટાઇલ માટે જાણીતા છે. તેઓની પાસે મોંઘી કારનો કાફલો છે. તેઓ સોનાના મહેલમાં રહે છે.
બ્રુનેઈમાં સુલતાન હસનલ બોલકિયાનું શાસન છે. દેશની મોટા ભાગની આવક તેલ અને ગેસની નિકાસમાંથી થાય છે. સુલતાને પોતાનાથી 33 વર્ષ નાની મલેશિયન ટીવી પ્રેઝન્ટર અઝરિનાઝ મઝહર હકિમ સાથે લગ્ન કર્યા હતા. પાંચ વર્ષ બાદ બંનેના છૂટાછેડા થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -