મેઘાલયમાં પણ ભાજપ સરકાર, NPP-UDP સહિત પાંચ પાર્ટીઓનું થશે ગઠબંધન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાજુ ભાજપના વરિષ્ઠ નેતા કિરણ રિજ્જૂ, કેજે અલ્ફોન્સ અને ભાજપ મેઘાલયના બધા ધારાસભ્યો યુડીપી નેતાને મળવા દોનકુપરના ઘરે પહોંચી ગયા છે. માહિતી પ્રમાણે મેઘાલયના પૂર્વ યુડીપી નેતા દોનકુપર રૉયે ભાજપને સપોર્ટ આપવાના સંકેત આપ્યા છે. જોકે, આની ઔપચારિક જાહેરાત બેઠક પૂર્ણ થયા પછી જ કરાશે.
જો યુડીપી ભાજપને પોતાનું સમર્થન આપે છે તો ભાજપ ચાર પાર્ટીઓ અને એક અપક્ષ ધારાસભ્યના ટેકાથી સરકાર બનાવી લેશે. આવામાં ભાજપ પાસે બહુમતીથી 3 સીટો વધારે હશે. ભાજપ સાથેની આ ગઠબંધનની સરકારમાં યુડીપીના 6 ધારાસભ્યો ઉપરાંત એનપીપીના 19 ધારાસભ્યો, પીડીએફના 4 ધારાસભ્યો,એચએસપીડીપીના 2 ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્ય સામેલ થશે.
નવી દિલ્હીઃ મેઘાલયમાં સરકાર બનાવવાની લડાઇ હવે પુરી થવાના આરે છે, ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાર્ટી મેઘાલયમાં સરકાર બનાવવાને લઇને શ્યૉર છે. હવે બધાની નજર પૂર્વ સીએમ દોનકુપર રૉયના ઘરે ચાલી રહેલી યૂનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ની બેઠક પર ટકી છે. માહિતી છે કે, ભાજપ અને NPP વાળી ગઠબંધનને UDP ટેકો આપી શકે છે.
કિરણ રિજ્જૂએ કહ્યું કે, મેઘાલયમાં ભાજપ નૉન કોંગ્રેસ ગઠબંધનની સરકારને પોતાનું સમર્થન આપશે. તેમને કહ્યું કે અમે યુડીપી સાથે વાત કરી છે અને જણાવ્યું કે રાજ્યના લોકોએ કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યુ છે. તેમને કહ્યું કે રાજ્યમાં ભાજપની પાસે પૂર્ણ બહુમતી નથી, આવામાં તે કોંગ્રેસના વિરુદ્ધ તૈયાર થઇ રહેલા ગઠબંધનને પોતાનું સમર્થન આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -