Pics: લાલૂના પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્ન પહેલા સામે આવી મહેંદી સેરેમનીની તસવીરો
બિહાર: લાલૂ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ મંત્રી તેજ પ્રતાપના લગ્ન શરૂઆત થઈ ગઈ છે. બુધવારે મહેંદી સેરેમની યોજવામાં આવી હતી. જેમાં લાલૂ પરિવારની વહુ એશ્વર્યાએ પોતાના હાથમાં તેજ પ્રતાપના નામની મહેંદી મુકી હતી. આ અવસર પર સંગીત સમારોહમાં લાલૂ પરિવારે જોરદાર ડાન્સ કર્યો હતો. 12 મેના રોજ બન્ને લગ્નગ્રંથીથી જોડાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાલૂ યાદવને પણ લગ્ન માટે જામીન મળ્યા છે. તેઓ આજે રાંચીથી બિહાર પોતાના ઘરે લગ્ન સમારોહમાં સામેલ થવા માટે જશે.
આ કાર્યક્રમમાં તેજ પ્રતાપ સહિત લાલૂ પરિવાર તરફથી રાબડી દેવી, મીસા ભારતી, તેજસ્વી યાદવ સહિત બધાં સામેલ થયા હતાં.
મહેંદી સેરેમનીમાં તેજ પ્રતાપ યાદવ અને એશ્વર્યા રાય માટે બે અલગ-અલગ મંચ બનાવવામાં આવ્યા હતાં.
બુધવારે તેજ પ્રતાપ યાદવ અને દુલ્હન એશ્વર્યાની મહેંદી સેરેમની શરૂ થઈ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
મહેંદી સેરેમનીમાં એશ્વર્યા લીલા રંગના લહેંગામાં જોવા મળી હતી. જ્યારે તેજ પ્રતાપ વ્હાઈટ એન્ડ પર્પલ કલરના કુર્તો અને પીળા રંગની નેહરૂ જેકેટમાં જોવા મળ્યા હતાં. મહેંદી સેરેમનીમાં લાલૂ પરિવારે જોરદાર ડાન્સ કર્યો હતો.
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નને ફક્ત ગણતરીનો દિવસો જ રહ્યા છે. લગ્નની તડામારા તૈયારીઓ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -