જૂની કાર અને ફ્રિઝના બદલામાં સરકાર આપશે રૂપિયા, ટૂંકમાં આવશે રિસાઈકલિંગ પોલિસી
આ નીતિ બનાવતા નેશનલ ગ્રીન ટ્રિબન્યૂનલના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 15 વર્ષથી વધારે જૂની ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પ્રતિબંધના નિર્ણય તથા સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં 1લી એપ્રિલથી બીએસ3 વાહનોના વેચાણ પર પ્રતિબંધના નિર્ણયને ધ્યાનમાં રાખવાનો રહેશે. સ્ટીલ સ્ક્રેપના પ્રયોગને અનેક વિકસિત દેશમાં જેમ કે જર્મન,ી સ્વીડન, ફિનલેન્ડ, તુર્કી, ઓસ્ટ્રેલિયા તથા અમેરિકામાં ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદ્યોગના અંદાજ અનુસાર આ દેશમાં સરેરાશ રિસાઈકલિંગનો દર 80 ટકા છે. ભારતમાં રિસાઈકલિંગનો દર 20થી 25 ટકા છે.
નીતિ આયોગના સભ્ય વિજય કુમાર સારસ્વતે કહ્યું કે, મેટલ સ્ક્રેપ તરીકે આપણી પાસે મોટી સંપત્તિ છે. અમે સ્ટીલ મંત્રાલયની સાથે તેના પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે ભંગાર અથવા સ્ક્રેપનું મેનેજમેન્ટ સંગઠીત રીતે કરવા માગીએ છીએ. આપણે અનેક સ્ક્રેપ કેન્દ્ર શા માટે સ્થાપિત ન કરી શકીએ. દેશના દરેક બાગમાં જ્યાં લોકો પાતના જૂની કાર, ફ્રિઝ, વોશિંગ મશીને વેચીને યોગ્ય કિંમત મેળવી શકે.
નવી દિલ્હીઃ મેટલ રિસાઈક્લિંગ પોલિસી આવ્યા બાદ લોકો પોતાના જૂની કાર અને ફ્રિઝ જેવા ઉત્પાદનોને પહેલેથી નક્કી કિંમત પર સ્ક્રેપ ડીલરોને વેચી શકસે. નીતિ આયોગ અને સ્ટીલ મંત્રાલય સંયુક્ત રીતે આ નીતિ તૈયાર કરી રહી છે. ધાતુની રિસાઈકલિંગ કરવાની નીતિ પર નીતિ આયોગ જુદા જુદા સ્ટેક હોલ્ડરને મળી ચૂક્યું છે. આવતા થોડાક જ મહિનામાં અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -