‘હું હોટલમાં પહોંચી, અકબરે દરવાજો ખોલ્યો ને એ અંડરવિયર પહેરીને ઉભા હતા.....’
બીજા દિવસે ઓફિસમાં તમે મને કોન્ફરન્સ રૂમમાં બોલાવી અને ફરીથી કેસ કરી. લેખમાં તુશિતા પટેલે એમજે અકબર પર યૌન શોષણને લગાવનારી મહિલાઓનું સમર્થન કર્યું. તુશિતાએ એમ પણ લખ્યું કે, અમે તમને અદાલતમાં મળીશું....તમે પણ જોશો કે અમે કોણ છીએ. જ્યારે તમે કોર્ટમાં કઠેરામાં ઉભા રહીને અમને જોશો તો ઓળખી લેશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી એમજે અકબર દ્વારા પત્રકાર પ્રિયા સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યાના 24 કલાકની અંદર જ અન્ય મહિલા પત્રકારે તેની સામે છેડતીનો આરોપ લગાવ્યો છે. વેબ પોર્ટલ સ્ક્રોલ પર લખેલા એક લેખમાં પત્રકાર તુશિતા પટેલે તેની સાથે થયેલી 3 અલગ-અલગ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તુશિતા પટેલે જણાવ્યું કે એક વખત અકબર અંડરવિયરમાં તેની સામે આવ્યા હતા, જ્યારે અન્ય બે મામલામાં તેમણે જબરદસ્તીથી કિસ કરી હતી.
1993ની અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તુશિતાએ કહ્યું કે, હૈદરાબાદના ડેક્કન ક્રોનિકલમાં સીનિયર સબ એડિટરના પદ પર હતી અને એમજે એકબર ત્યાં એડિટર ઈન ચીફ હતા. તેમણે મને એક હોટલમાં બોલાવી અને મારા પેજને લઈ ડિસ્કસ કરવા લાગ્યા. આ દરમિયાન તેઓ અચાનક ઉભા થાયા અને મને જબરદસ્તીથી કિસ કરી.
તુશિતા પટેલના જણાવ્યા મુજબ, પ્રથમ ઘટના 1992માં બની હતી. ત્યારે હું કોલકાતાના ધ ટેલિગ્રાફમાં ટ્રેઈની હતી. એમજે અકબર ટેલિગ્રાફમાં એડિટર રહી ચુક્યા હતા અને 1989માં રાજનીતિમાં જોડાયા બાદ અખબારમાંથી રાજીનામું આપી દીધું હતું. પ્રથમ વખત હું તેમને મારા મિત્રો સાથે મળી હતી જે બાદ તેણણે મને કામના સંદર્ભે એક હોટલમાં બોલાવી હતી. મેં હોટલ પર પહોંચીને જ્યારે તેમના રૂમનો ડોરબેલ વગાડ્યો અને જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે તેઓ માત્ર અંડરવિયરમાં જ હતા. જે બાદ હું દરવાજા પર જ ડરેલી ઉભી રહી, જ્યારે તેઓ એક વીઆઈપીની જેમ મને ડરેલી જોઈને ખુશ થતાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -