મોદી સરકારના ક્યા પ્રધાન સામે ચાર યુવતીઓએ મૂક્યો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ?
#metoo અંતર્ગત અનેક વર્ષ પહેલા કથિત રીતે જાતીય શોષણનો ભોગ બનેલ મહિલાઓ સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે અને ગુનેગારોના નામ સાર્વજનિક જાહેર કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આરોપ બાદ એમજે અકબર વિપક્ષના નિશાના પર આવી ગયા છે. તેના રાજાનામાની માગ કરી છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઘનશ્યામ તિવારીએ કહ્યું કે, આ ગંભીર આરોપ છે અને તેમણે રાજીનામું આપવું જોઈએ. હવે સવાલ એ છે કે, શું અકબર સામે આવીને આ મામલે સ્પષ્ટતા કરશે.
હાર્વે વિન્સિટન્સ ઓફ ધ વર્લ્ડ નામથી લખેલ પોસ્ટમાં કહ્યું છે કે, અકબરે હોટલના રૂમમાં તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવી અને દારૂની ઓફર કરી. તેણે બેડ પર તેની પાસે બેસવા માટે કહ્યું. પોસ્ટમાં કહ્યું છે કે, અકબર અશ્લીલ ફોન કોલ્સ, મેસેજ અને અસહજ ટિપ્પણી કરવામાં માહેર છે. અકબરે હિન્દી ગીત પણ ગાયા.
નવી દિલ્હીઃ જાતીય શોષણ વિરૂદ્ધ શરૂ થયેલ #metoo અભિયાને હવે જોર પકડ્યું છે. બોલિવૂડ બાદ હવે રાજનીતિમાં પણ પહોંચી ગયું છે. તેનો નવો ભોગ કેન્દ્રીય મંત્રી એમજે અકબર છે. વિદેશ રાજ્ય મંત્રી એમ જે અકબર પર બે મહિલા પત્રકારોએ જાતીય શોષણનો આરોપ લાવ્યો છે. 2017માં એક મહિલા પત્રકારે આપવીતી જણાવી હતી, જે અનુસાર તેના બોસે તેને હોટલના રૂમમાં તેને જોબ ઇન્ટરવ્યૂ માટે બોલાવી હતી. અકબર અનેક અખબાર અને સામયિકોમાં સંપાદક રહી ચૂક્યા છે. અનેક મહિલાઓએ એમજે અકબર વિરૂદ્ધ જાતીય શોષણોન આરોપ લગાવતા ટ્વિટ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -