મોદીના કારણે જ માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની, જાણો કોણે કર્યો આ કટાક્ષ
શિવસેનાના સામનામાં આ સંપાદકીય કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ ‘છિલ્લર’ શબ્દ અંગે ટિપ્પણી કર્યા પછી એક દિવસ બાદ લખાયો છે. શશી થરૂરને આ માટે લોકોનાં રોષનો ભોગ બનવું પડ્યું હતું અને માફી પણ માગવી પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જીત ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધી નીતિની છે. રૂપિયા ૧૦૦૦ અને રૂપિયા ૫૦૦ની ચલણી નોટો રદ કરાયા પછી લોકો પાસે હવે માત્ર ‘છિલ્લર’ વધ્યું છે. પરંતુ હજુ સુધી આ માટે શ્રેય લેવા કોઈ આવ્યું નથી એ રહસ્ય છે.’
આ માત્ર (નરેન્દ્ર મોદી-અમિત શાહ) સરકારના કારણે જ શક્ય બન્યું છે, જે સરકાર દિવ્ય આશીર્વાદ સાથેની ક્ષમતા ધરાવે છે એવું માનવામાં આવે છે. સંપાદકીયમાં લખ્યું છે કે હજુ સુધી કોઈ આ મહિલાની ભવ્ય જીતનો શ્રેય લેવા માટે શાસક પક્ષમાંથી કાેઈ બહાર આવ્યું નથી. સંપાદકીયમાં શિવસેનાએ લખ્યું છે, માનુષીની અટક છિલ્લર છે અને તેથી તે જીતી છે.
મુંબઈઃ શિવસેનાએ મંગળવારે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે ભાજપમાંતી અત્યાર સુધી કોઈએ માનુષી છિલ્લના મિસ વર્લ્ડ બનવા પર દાવો કેમ ન કર્યો. શિવસેનાએ પક્ષના મુખપત્ર સામનામાં તંત્રી લેખમાં ભાજપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે એ નવાઈની વાત છે કે ભારતમાં ‘મિસ વર્લ્ડ’નો તાજ લાવનાર માનુષી છિલ્લર માટે કોઈએ ભાજપને શ્રેય આપ્યો નથી. શિવસેનાના મુખપત્ર ‘સામના’નાં સંપાદકીયમાં લખ્યું છે, ‘હરિયાણાની આ સુંદર યુવતીએ ૧૭ વર્ષ બાદ મિસ. વર્લ્ડનો તાજ જીતીને ખરેખર ગૌરવ અપાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -