200 કિમી લાંબી યાત્રા, 24 કલાક દિલ્હી અખાડો બન્યુ, છતાં મોદી સરકારે ના માની ખેડૂતો એકપણ માંગ, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં ખેડૂતો પર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા બર્બરતા સાથેના હુમલાને વિપક્ષી વખોડી કાઢી હતી, કોંગ્રેસ, સપા, બસપા અને આપે મોદી સરકારે પર હલ્લાબોલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રવેશ રોકવાને લઇને ખેડૂતોના પ્રતિનિધી મંડળે ગૃહમંત્રી રાજનાથ સિંહે સાથે પણ મુલાકાત કરી હતી. સરકારે ખેડૂતોની કેટલીક માંગો માનવા પર સહમતી દર્શાવી હતી અને કેટલીક માંગો માટે સમય માંગ્યો હતો.
અન્ય માંગોમાં એ પણ સામેલ છે કે સરકાર સિંચાઇ માટે વીજળી મફત આપે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં વ્યાજ વિના લૉન આપવામાં આવે. મહિલા ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડ યોજના અલગથી બનાવવામાં આવે અને પશુઓ માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે.
પોતાની માંગોને લઇને ખેડૂતોએ છેલ્લા 6 મહિનામાં ચોથીવાર દિલ્હીનો રસ્તો પકડ્યો છે. તેમની માંગ છે કે ખેડૂતો માટે મિનીમમ આવક કરવામાં આવે, 60 વર્ષની વય બાદ ખેડૂતોને 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે. વડાપ્રધાન પાક વીમા યોજનામાં ફેરફારો કરવામાં આવે. યોજનાનો લાભ કંપનીઓને બદલે ખેડૂતોને આપવામાં આવે.
ખેડૂતોની સરકાર સામે કેટલીક માંગો છે જેમાં વીજળીના ભાવ ઘટાડવા અને પૂર્ણ કર્જમાફી સૌથી આગળ છે.
જોકે, બાદમાં ખેડૂતોએ પોતાની માંગોના સંબંધમાં સરકાર તરફથી આપવામાં આવેલા આશ્વાસનો પર પણ વિશ્વાસ કરવાની ના પાડી દીધી હતી.
નવી દિલ્હીઃ હરિદ્વારથી નીકળેલી કિસાન ક્રાંતિ યાત્રા અંતે દિલ્હી તો પહોંચી પણ નિરાશા સાથે સમાપન કરવું પડ્યુ હતું. મંગળવારે મોદી સરકારે દિલ્હીમાં પ્રવેશ કરતાં ખેડૂતોને રોક્યા, પોલીસ તંત્ર દ્વારા ખેડૂતો પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો, જોકે, મોડી રાત્રે ખેડૂતોને દિલ્હી પ્રવેશની મંજૂરી મળી ગઇ હતી. બાદમાં હજારો ખેડૂતો પોતાના ટ્રેક્ટર પર સવાર થઇને કિસાન ઘાટ પહોંચીને ચૌધરી ચરણસિંહની સમાધિ પર ફૂલ ચઢાવીને યાત્રાને પુરી કરી દીધી હતી. આટલુ બધુ કરવા છતાં મોદી સરકાર ખેડૂતો સામ ઝૂકી નથી. ખેડૂતોની માંગો માનવાનો ઇનકાર કરી લીધો હતો.
આંદોલનની આગેવાની કરનાર ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે, કિસાન ઘાટ પર ફૂલ ચઢાવીને અમે અમારુ આંદોલન પૂર્ણ કરીએ છીએ. તેમને કહ્યું આ મોદી સરકાર ખેડૂત વિરોધી છે અમે અમારી કોઇપણ માંગ પુરી નથી કરી. હવે આંદોલનકારી ખેડૂતો પોતપોતાના ઘરો તરફ પરત ફરી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -