Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
‘થોડા મહિનાની મહેમાન છે મોદી સરકાર’, જાણો ડીઝલના વધતાં ભાવ પર કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું આમ
સરકાર કહી રહી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ અમે નથી નક્કી કરતા, માર્કેટ નક્કી કરે છે. હવે સરકાર આ દલીલ કરી રહી છે અને સત્ય જણાવતી નથી કે પેટ્રોલ અને ડીઝલ પર લાગતાં ટેક્સથી કમાણી થઈ રહી છે. ડીઝલની કિંમત તો 41 રૂપિયા છે પરંતુ સરકારી ઓઈલ કંપનીઓ ટેક્સ લગાવીને 70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘રેકોર્ડ સ્તર પર ડીઝલની કિંમત, પેટ્રોલ પણ આંબી રહ્યું છે આસમાને. દિલ્હીમાં ડીઝલની કિંમત 69.51 રૂપિયા તથા પેટ્રોલ 77.96 રૂપિયા અન્ય શહેરોમાં ડીઝલ 72 રૂપિયા પાર. મોંઘવારીનો માર ચાલુ જ છે. આમ જનતાના બજેટ પર દરરોજ પ્રહાર, ચૂંટણી વચનોની ભરમાર ચાલુ જ છે, થોડા મહિનાની મહેમાન છે મોદી સરકાર !’
નવી દિલ્હીઃ બીજેપીએ મનમોહન સરકારના કાર્યકાળમાં પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ વચ્ચે ‘બહુત હુઈ જનતા પર પેટ્રોલ-ડીઝલ કી માર, અબકી બાર મોદી સરકાર’નો નારો આપ્યો હતો. 2014માં જનતાએ બીજેપીને સત્તા સોંપી હતી. પરંતુ હવે આ નારો વિપક્ષ કોંગ્રેસ તરફથી ગજવવામાં આવી રહ્યો છે. સોમવારે દિલ્હીમાં ડીઝલના ભાવે મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી દીધા અને 70 રૂપિયા પ્રતિ લીટર નજીક પર ભાવ પહોચી ગયો છે.
કોંગ્રેસના નેતા અને પાર્ટી પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ‘અબકી બાર મોદી સરકાર’નાં નારાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘થોડા મહિનાની મહેમાન છે આ મોદી સરકાર.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -