હવે ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક કારમાં ફરશે મોદીના મંત્રીઓ, ભારત આવી શકે છે 10,000 કાર
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર હંમેશા પ્રદૂષણ નિયંત્રણ પર જોર આપે છે. જો કે હવે લાગે છે કે કેન્દ્ર સરકાર પીએમની આ વાતને ઝડપી અમલ કરી શકે છે. કેન્દ્ર સરકારના મંત્રી અને કેટલાક અધિકારીઓ ટૂંક સમયમાં તમને ઈલેક્ટ્રિક કારમાં સવારી કરતા નજર આવશે. આગામી નવેમ્બર મહિનામાં આ હકીકત બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક સમાચારપત્રના ખબર મુજબ કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, અમે તે માટે ટેન્ડર કાઢી રહ્યા છે. ટૂંક સમયમાં આ યોજનાને સરાકારી વિભાગો સાથે શરુ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, અમે સરકાર સામે પ્રસ્તાવ કર્યો છે કે, ગાડી, ડ્રાઇવર અને જાળવણીનું કામ અમે જ કરીશું. વધુમાં કહ્યું કે, તેનાથી ઘણી બચત થઈ શકે છે અને પ્રદૂષણ પણ ઓછું કરવામાં મદદ મળી શકે છે.
Energy Efficiency Services Ltd (EESL)માં એમડી સૌરભ કુમાર અનુસાર, કંપની આવતા થોડાક સમયમાં લગભગ 1000 ચાર સીટવાળી ઈલેક્ટ્રિક કાર ખરીદશે. જેની સ્પીડ 120-150 કિમી/પ્રતિ કલાકની રહેશે. આ પહેલા ફેજની શરૂઆત 6 મહીનામાં લાગુ કરવામાં આવી શકે છે. NDMCના વિસ્તારમાં 300-400 કારા દોડી શકે છે.
વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ખપત કરનાર ભારત લગભગ 10,000 ઈલેક્ટ્રિક કાર ‘સેડાન’ ખરીદવાની તૈયારીમાં છે. તે સિવાય દિલ્લી-એનસીઆર વિસ્તારમાં લગભગ 400 ચાર્જિગ સ્ટેશન પણ બનાવવામાં આવી શકે છે. પહેલા 1000 કાર આવશે ત્યાર બાદ બીજા હપ્તામાં 9,000 કાર આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -