INX કેસઃ પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિની મની લૉન્ડ્રિંગમાં કેસમાં ધરપકડ, CBIએ એરપોર્ટ પરથી જ કર્યો અરેસ્ટ
કાર્તિ પર આરોપ છે કે તેને કર સંબંધિત તપાસથી બચવા માટે પીટર અને ઇન્દ્રાણી મુખર્જીના સ્વામિત્વવાળી મીડિયા કંપની આઇએએક્સમાંથી કથિત રીતે રૂપિયા લીધા હતા. વળી, કાર્તિના પિતા પી.ચિદમ્બરમે પોતાની ઉપર લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ 19 જાન્યુઆરીએ કાર્તિ ચિદમ્બરમ સાથે ઇડીએ લગભગ 11 કલાક પુછપરછ કરી હતી, ઇડીએ મે 2017માં કાર્તિ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો.
સીબીઆઇએ કાર્તિ સાથે પુછપરછ પણ શરૂ કરી દીધી છે. આ ધરપકડ INX મીડિયા કેસના મામલે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કાર્તિ સામે ઇડી પણ મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહી છે.
કાર્તિ ચિદમ્બરમના વકીલોએ તેની ધરપકડની સ્પષ્ટતા કરી છે, કાર્તિ લંડનથી ભારત પરત ફરી રહ્યો હતો, સીબીઆઇએ ચૈન્નાઇ એરપોર્ટ પરથી જેને ઝડપી પાડ્યો હતો.
નવી દિલ્હીઃ પૂર્વ ગૃહ અને નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સીબીઆઇએ ધરપકડ કરી લીધી છે, તેને બુધવારે સવારે સીબીઆઇએ ચૈન્નાઇ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -