કેરળમાં ચોમાસાની એન્ટ્રી, જાણો દેશના અન્ય ભાગમાં ક્યારે થશે વરસાદ
આ મામલે હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આગામી 24 કલાકમાં કેરળના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. જ્યારે તમિલાનાડુ, બંગાળની ખાડી અને અંડમાન દરિયાના કિનારના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આગ ઝરતી ગરમીની વચ્ચે આખરે ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ વખતે ત્રણ દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગે સત્તાવાર ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી છે. આગામી 24 કલાકની અંદર મોનસૂન કેરળમાં છવાઈ જશે. આજે કરેલના દરીયા કિનારાના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
જોકે, હવામાન વિભાગે ચાલુ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન આપ્યું છે. સાથે જ જૂનમાં દેશના 80 ટકા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.
હવામાન વૈજ્ઞાનિકો અનુસાર, સમય પહેલા મોનસૂન આવવાની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે. કારણ કે દેશની અડધાથી વધારે જનસંખ્યા ખેતી પર નભે છે. ખરીફ પાક (શેરડી, શણ, અનાજ વગેરે) એડવાન્સ મોનસૂનથી ખીલી ઉઠશે. તેનાથી મોંઘવારી દરમાં પણ ઘટાડો આવી શકે છે.
આ વખતે અંદાજ છે કે 97થી 100 ટકા સરકાર થઈ શકે છે. મધ્ય અને ઉત્તર રાજ્યમાં તો 15-20 દિવસમાં પ્રી-મોનસૂન વરસાદ થઈ શકે છે. જ્યારે મુંબઈમાં 5થી 6 જૂન સુધી મોનસૂન પહોંચવાની સંભાવના છે. જુલાઈથી ઓગસ્ટમાં મધ્ય ભારતમાં વરસાદ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -