મુલાયમની 'છોટી બહુ'ને ટિકિટ આપી અખિલેશે સર્જ્યું આશ્ચર્ય, જાણો કોણ છે ગ્લેમરસ અપર્ણા યાદવ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅપર્ણાએ નિર્ભયા અંગેની ડોક્યુમેન્ટરી સામે ખુલ્લેઆણ વિરોધ કરેલો. એ પછી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને તેણે ટેકો આપ્યો અને તેના કારણે મોટો વિવાદ થયેલો. અખિલેશ સમાજવાદી પાર્ટીમાં સર્વેસર્વા બની ગયો પછી અપર્ણા તરફથી ખતરો ના રહેતાં તેને ટિકીટ આપી દીધી છે.
મુલાયમે સાધનાને પત્નિ તરીકે સ્વીકાર્યાં ત્યારથી અખિલેશ જુદો રહે છે. સાધના, અપર્ણા અને પ્રતિક મુલાયમ સાથે રહે છે. તેના કારણે સાધના-અપર્ણાનું ભારે દબાણ છે. અપર્ણાએ એવું કહેલું કે પ્રતિક અને અખિલેશને સારૂં બને છે તેથી જેમને ઈર્ષા આવે છે એ લોકો અણબનાવની વાતો ફેલાવે છે.
સાધના પ્રતિકને 2014ની લોકસભા ચૂંટણી લડાવવા માગતાં હતાં પણ પ્રતિક ઈચ્છુક નહોતો તેથી અપર્ણા આગળ આવી તેમાં અખિલેશ ભડક્યો. અખિલેશે એ વખતે તો અપર્ણાનું પત્તું કાપી નાંખ્યું પણ સાધના-અપર્ણા એ પછી મચી પડ્યાં તેથી અખિલેશ વધારે બગડ્યો છે.
પ્રતિક-અપર્ણાનાં લગ્ન 2011માં મુલાયમના વતન સેફઈમાં થયેલાં ને તેમાં મુલાયમે પાણીની જેમ પૈસો વહાવેલો. 2013માં અપર્ણાએ દીકરી પ્રથમાને જન્મ આપ્યો. અહીં સુધી બરાબર હતું પણ એ પછી સાધનાએ પુત્ર પ્રતિકને રાજકારણમાં લાવવાના પ્રયત્ન શરૂ કર્યા ને ડખો થયો.
અપર્ણાએ ઈન્ટરનેશન્લ રીલેશન્સમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી છે જ્યારે પ્રતિકે લીડ્સ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં એમ.એસસી. કર્યું છે. વિદેશમાં બંનેનો પ્રેમ મજબૂત બન્યો પછી બિશ્તે તો બંનેના સંબંધો સ્વીકાર્યા પણ મુલાયમ આડા ફાટ્યા. સાધનાએ તેમને સમજાવ્યા પછી એ માન્યા ને 2010માં સગાઈ થઈ.
બિશ્તે પ્રતિક-અપર્ણાના મિલન પર પ્રતિબંધ મૂકી દીધેલો તેથી બંને મળી શકતાં નહોતાં પણ ફોન પર સતત સંપર્કમાં રહેતાં. બિશ્તે પછી અપર્ણાને ભણવા માટે યુ.કે. મોકલી દીધી. પ્રતિકને તક મળી એટલે તે પણ ભણવા માટે યુ.કે. ઉપડી ગયો ને લવ સ્ટોરી આગળ ચાલી.
જો કે અપર્ણાએ પોતાના પરિવારને પ્રતિક વિશે કશું નહોતું કહ્યું. મુલાયમે 2007માં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને સાધના સાથેનાં લગ્ન સ્વીકાર્યાં પછી અપર્ણાએ પોતાના પરિવારને પ્રતિક વિશે જણાવેલું. અરવિંદસિંહ લવ સ્ટોરી સાંભળીને ભડકી ગયેલા પણ અપર્ણા મક્કમ હતી.
પ્રતિક અને અપર્ણા સ્કૂલમાં ભણતાં ત્યારે જ પ્રેમમાં પડેલાં. એ વખતે પ્રતિક મુલાયમનો દીકરો છે તેની કોઈને ખબર નહોતી. બંને પ્રેમમાં પડ્યાં પછી પ્રતિકે પોતાની મા સાધના સાથે અપર્ણાનો પરિચય કરાવ્યો અને પોતાની ઓળખ આપી ત્યારે અપર્ણાને આઘાત લાગી ગયો હતો.
અપર્ણા અને પ્રતિકનાં લગ્ન ડીસેમ્બર 2011માં થયાં પણ બંનેની લવ સ્ટોરી બહુ પહેલાં શરૂ થઈ હતી. અપર્ણાનું મૂળ નામ અપર્ણાસિંહ બિસ્ત છે. તેના પિતા અરવિદ સિંહ બિશ્ત મોટા પત્રકાર છે અને વરસોથી લખનઉમાં એક ટોચના અંગ્રેજી અખબારના બ્યુરો ચીફ છે.
પ્રતિકની માતા સાધના ગુપ્તા મુલાયમની બીજી પત્નિ છે. સાધના ગુપ્તાનાં ચંદ્રપ્રકાશ ગુપ્તા સાથેનાં લગ્નથી પ્રતિક જન્મ્યો હતો. સાધનાએ ચંદ્રપ્રકાશને ડિવોર્સ આપી મુલાયમ સાથે લગ્ન કર્યાં પછી પ્રતિકના પિતા તરીકે મુલાયમનું નામ જ લખાય છે.
અખિલેશે અપર્ણાને મેદાનમાં ઉતારીને આશ્ચર્ય સર્જ્યું છે કેમ કે અગાઉ અખિલેશ અપર્ણાને ટિકિટ આપવાની વિરૂધ્ધ હતો. મુલાયમસિંહ અને અખિલેશ યાદવ વચ્ચે ટકરાવ થવાનાં કારણો પૈકી એક કારણ અપર્ણા યાદવની સત્તા લાલસા હોવાનું પણ મનાય છે.
લખનઉઃ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે લખનૌ કેન્ટ બેઠક પરથી અપર્ણા યાદવને સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર બનાવ્યાં છે. અપર્ણા યાદવ મુલાયમના નાના દીકરા અને અખિલેશના સાવકા ભાઈ પ્રતિક યાદવની પત્નિ છે. અપર્ણાની ટક્કર કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં રીટા બહુગુણા સામે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -