Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
90 લાખમાં બન્યું છે મુંબઈનું આ સૌથી મોંઘુ પબ્લિક ટોઈલેટ, જુઓ Pics
સામન્ય રીતે બીએમસીના એક પબ્લિક ટોઈલેટના નિર્માણ પર 25થી 30 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ નગર નિગમે આ ટોઈલેટ માટે બિલ્ડિંગ મટીરિયલ અને ડિઝાઈન વર્ક ફ્રીમાં મળ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટોઈલેટમાંથી બહાર નીકળતા મળ વગેરેને સીવેજ ટેન્કમાં ભરીને બીએમસીના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ ટોઈલેટના મેન્ટેનન્સ પર બીએમસીને દર મહિને અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
સૈમાટેકના સહ સંસ્થાપક આકાશ ગુપ્તાએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે, અનેક કંપનીઓ અને કન્સલટન્ટે આ પ્રોજેક્ટ માટે મટીરિયલ અને પોતાની નિષ્ણાંત સેવાઓનો લાભ આપ્યો છે. આ ટોઈલેટની ડિઝાઈનિંગ ડેકો આર્કિટેક્ચરે કરી છે અને તેનું નિર્માણ વેધરિંગ સ્ટીરથી કરવામાં આવ્યું છે. ટોઈલેટની છત પર સોલર પેનલ લગાવવામાં આવી છે જેનાથી ટોઈલેટની વીજળીની જરૂરત પૂરી થઈ જશે.
બીએમસીએ મંગળવારે જાહેર જનતા માટે ખુલ્લું મુક્યું છે. આ ટોઈલેટનું નિર્માણ જિંદલ ગ્રુપ અને સૈમાટેક દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત કરવામાં આવ્યું છે. નગર નિગમ પ્રથમ બે મહિના સુધી ફ્રીમાં ઉપયોગ કરવા દેશે બાદમાં ચાર્જ વસૂલવામાં આવશે.
મુંબઈઃ મુંબઈ શહેરનું સૌથી મોંઘા પબ્લિક ટોઈલેટ મરીન ડ્રાઈવ પર બનાવવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર ડિઝાઈનમાં બનાવવામાં આવેલ આ ટોઈલેટના નિર્માણ પાછળ 90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -