મુંબઈઃ 22 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે બંધાયા સેક્સ સંબંધ ને જન્મી દીકરી, પોલીસે યુવતીને કેમ ધકેલી જેલમાં?
છોકરાની માતાએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે, મહિલાએ પોતાની જાતને કેરોસીન છાંટીને કે કિટનાશક દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, આ કારણથી તેમનો પુત્ર માનસિક દબાણમાં આવી ગયો હતો અને તે દસમા ધોરણમાં ફેલ થયો હતો. ચાઇલ્ડ મેરેજ એક્ટ હેઠળ છોકરાની ઉંમર 21 અથવા તો તેનાથી વધુ અને છોકરીની ઉંમર 18 કે તેનાથી વધારે હોવી જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ મહાનગરી મુંબઇમાં એક જધન્યકૃત્ય સામે આવ્યુ છે, એક 22 વર્ષની માતાએ 17 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બાંધીને એક પુત્રીને જન્મ આપ્યો છે, જોકે આ મામલે પોલીસે છોકરીની ધરપકડ કરીને જેલ ભેગી કરી લીધી છે.
તો બીજીતરફ મહિલાએ દાવો કર્યો છે કે, બન્નેના લગ્ન 8 નવેમ્બર 2017ના રોજ થયા હતા. ડિસેમ્બર 2017એ પોતાના નિવેદનમાં છોકરાની માતાએ કહ્યું કે, 23 નવેમ્બરે મહિલા પોતાના પેરેન્ટ્સ અને ભાઇની સાથે તેમના ઘરે આવી હતી.
કોર્ટે આ કેસ મામલે શરૂઆતમાં 22 વર્ષીય મહિલાને પોતાની પુત્રી સાથે ભાયખલા જેલમાં સાથે રાખવાની મંજૂરી આપી હતી. પોલીસે આ કેસ છોકરાની માતાની ફરિયાદના આધારે કર્યો છે. છોકરાની માતાએ મહિલા પર પોતાના પુત્રને ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
માહિતી પ્રમાણે, શહેરમાં આજુબાજુમાં રહેતા 22 વર્ષની છોકરીને 17 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધો બંધાયા, પોલીસે મહિલાને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી જેલ ભેગી કરી દીધી છે. મહિલાનો દાવો છે કે ગત વર્ષ અમારા બન્નેના લગ્ન થઇ ચૂક્યા છે અને બન્નેની વચ્ચે સહમતિથી શારિરીક સંબંધો બન્યા હતા. મહિલાને તેનાથી પાંચ મહિનાની એક બાળકી પણ છે, અને તેને કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -