પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાના અલ્ટિમેટમ બદલ રાજ ઠાકરેની પાર્ટીને ભાજપ સરકારની નોટિસ
શનિવારે સાંજે અપાયેલી આ નોટિસ અંગે મનસેએ કોઈ જવાબ નથી આપ્યો. મનસેએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ઉરી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પગલે પાકિસ્તાની કલાકારો 48 કલાકમાં ભારત છોડીને જતા નહીં રહે તો તેમનાં ઘરોમાં ઘૂસીને માર મારવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાહિમ પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર ઈડેકરે આપેલી નોટિસમાં મનસેને આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે. સાથે સાથે ચીમકી પણ અપાઈ છે કે આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરાશે તો પોલીસ મનસેના કાર્યકરો સામે પગલાં ભરીને તેમને જેલમાં ધકેલી દેશે.
આઈપીસીની કલમ 149 હેઠલ આ નોટિસ ફટકારાઈ છે. આ કલમ ગેરકાયદેસર રીતે મંડળી રચીને અપરાધ કરવા અંગે છે. મનસેની ફિલ્મોની અંગેની પાંખ ચિત્રપટ સેનાને આ નોટિસ ફટકારાઈ છે. નોટિસમાં કહેવાયું છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડી શકે છે.
મુંબઈઃ ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં ભારત છોડવા અલ્ટિમેટમ આપ્યું હતું. મુંબઈ પોલીસે આ સંદર્ભમાં મનસેને નોટિસ ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -