મુંબઈમાં શાકભાજી વેચનારાની દીકરી રાધા ભારતીય ક્રિકેટ ટીમમાં થઈ પસંદ, જાણો વિગત
ઓમપ્રકાશને પણ મુંબઈ નગર નિગમ દુકાન હટાવશે તેનો ડર સતાવી રહ્યો છે. નવ લોકોનો પરિવાર સ્લમ વિસ્તારમાં વસી રહ્યો છે. આ સિવાય પણ ઓમપ્રકાશે પોતાની પુત્રીના સપના આગળ આ મુસીબતોને આવવા દીધી નહીં. રાધાએ કહ્યું હતું કે, હું હંમેશા જોવું છું કે મારા પિતા સવારે ચાર વાગે ઉઠીને દુકાન ખોલે છે અને પછી મોડી રાતે ઘરે પરત આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબન્ને ટી-20 મેચમાં રાધાએ કુલ 21 રન બનાવ્યા હતા પરંતુ વિકેટ મળી નહોતી. ત્રિકોણીય સીરિજમાં ઈજાગ્રસ્ત રાજેશ્વરી ગાયકવાડની જગ્યાએ મહિલી ટીમમાં સામેલ થયેલ રાધા હવે ટીમ ઈન્ડિયામાં નિયમિત જગ્યા બનાવવા માગે છે.
રાધાએ જણાવ્યું હતું કે, મારું સપનું હંમેશા બ્લૂ ટી-શર્ટ પહેરવાનું હતું અને તેમાં રાષ્ટ્રગીત ગાવું હતું. આ તક જ્યારે તેણે પોતાની પહેલી ટી-20 મેચમાં મળી હતી ત્યારે પોતાના સપનું સાકાર થઈ રહ્યું હતું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતાં.
એ જાણીને હેરાન થશો કે નાનપણમાં રાધાને ખબર નહોતી કે મહિલાઓની અલગ ટીમ હોય. તે ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવવાનું સપનું જોઈ રહી હતી. રાધાને ખબર નહોતી કે મિતાલી રાજ કોણ છે, ઝુલન ગોસ્વામી કોણ છે પરંતુ જ્યારે તેણે ખબર પડી કે તે ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી શકે તેમ નથી ત્યારે થોડી મૂડલેસ જોવા મળી હતી.
રાધાનું આ સફર બહુ જ અધરું હતું. રાધાના પિતા ઓમપ્રકાશની સ્લમ વિસ્તારમાં જ એક નાની દુકાન આવેલી છે જ્યાં રોજની જરૂરિયાત વસ્તુઓ અને શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, તે ત્યારે બહુ ખુશ હતી જ્યારે રાધાના ઘરે આવીને કહ્યું કે, હું સારી બેટિંગ કરી રહી છું. રાધાએ કહ્યું હતું કે, કોચ પ્રફુલ્લ નાયક મારી બેટિંગથી પ્રભાવિત થયા હતાં. કોચ મારા પિતાની પાસે આવ્યા અને લેધરના બોલથી ક્રિકેટ રમવા માટે મને કહ્યું હતું. ત્યાર બાદ કોચે જ રાધાનો બધો જ ખર્ચ ઉઠાવ્યો હતો.
રાધાના પિતા ઓમપ્રકાશે જણાવ્યું હતું કે મારી પુત્રીને ક્રિકેટ રમવા કરતા વધારે તેના માટે સૌથી મોટી સમસ્યા ક્રિકેટનો સામાન ખરીદવો અને કોચની ફી આપવી, જેના માટે મારી પાસે પૈસા પણ નહોતા. શિવ સેના ગ્રાઉન્ડમાં રાધાએ બહુ જલ્દી મહેનત કરવાની શરૂઆત કરી દીધી હતી.
મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવનાર 17 વર્ષની રાધા યાદવ માટે અહીં સુધીનું સફર બહુ જ અધરું હતું. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં 220 ફૂટની રૂમમાંથી ટીમ ઈન્ડિયા સુધીની છલાંગમાં રાધાના સંઘર્ષની કહાની છુપાયેલી છે. બહુ જ મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિની મદદથી રાધાએ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં પહેલીવાર ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી અને ટી-20 મેચ પણ રમી હતી. તેણે ત્રિકોણીય સીરિઝમાં રાજેશ્વરી ગાયકવાડ ઈજાગ્રસ્ત થવાને કારણે રાધા યાદવને ટીમમાં સામેલ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -