મુંબઈની 114 વર્ષ જૂની હોટલ તાજ મહેલ પેલેસ બની દેશની પ્રથમ ટ્રેડમાર્ક બિલ્ડિંગ
બિલ્ડિંગને રજિસ્ટર કરવામાં સાત મહિના જેટલો સમય લાગ્યો હતો. આઈએચસીએલના ટ્રેડમાર્ક બાદ હવે કોઈપણ કંપની પરવાનગી વગર તાજ મહેલ પેલેસના ફોટાનો ઉપયોગ નહી કરી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજ મહેલ પેલેસને ગેટ વે ઓફ ઈન્ડિયા પહેલા 1903માં બનાવવામાં આવી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન આ સંપત્તિને હોસ્પિટલમાં તબદિલ કરવામાં આવી હતી. આ હોટેલ પર 2008માં આતંકિ હુમલો થયો હતો.
મુંબઈ: મુંબઈની હોટેલ તાજ મહેલ પેલેસને ટ્રેડમાર્ક મળ્યો છે. ભારતમાં પ્રથમ વખત કોઈ બિલ્ડીંગને ટ્રેડમાર્ક મળ્યો છે. તાજ મહેલ પેલેસની બિલ્ડિંગ 114 વર્ષ જૂની છે. આ બિલ્ડિંગ દુનિયાની ખાસ ટ્રેડમાર્ક વાળી સંપત્તિના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
આ ક્લબમાં ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, પેરિસનો એફિલ ટાવર અને સિડનીનું ઓપેરા હાઉસ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -