ટિંડર દ્વારા ફ્રેન્ડ બનેલી યુવતીએ 'કરોડપતિ' યુવક સાથે બાંધ્યા સેક્સ સંબંધ ને પછી ખેલ્યો એવો ખેલ કે જાણીને ચકરાઈ જશો
ઇઝી મનીને કારણે અને ઇઝી મની મેળવવા માટે પ્રિયા મોંઘા પરફ્યુમ, કપડાં, શરાબ અને સિગારેટ પાછળ અઢળક ખર્ચ કરતી હતી. તે વિમાનમાં જ મુસાફરી કરતી હતી. આ કારણે પ્રિયાનો મહિનાનો ખર્ચ ૧.૫૦ લાખ રુપિયા જેટલો થતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુરુષોને ફસાવી તેની પાસેથી પૈસા પડાવવાનું પ્રિયાને ફાવી ગયું હતું. પ્રિયાએ લોકો પાસેથી અત્યાર સુધીમાં લગભગ ૧.૨૫ કરોડ રૂપિયા ખંખેર્યા છે, મોંધા શોખ પાછળ રૂપિયા ખર્ચ કરવાને કારણે તેનું બેન્ક બેલન્સ ઝીરો છે!
પ્રિયા તથા દુષ્યંત ટિન્ડર એપ પર એક્ટિવ હતા. બંને ચેટ કરતાં કરતાં મિત્ર બની ગયા. પાછળથી પ્રેમમાં ફસાવીને તેની સાથે શારીરિક સબંધ બનાવ્યા એ બાદ તેને બ્લેક મેઇલ કરવા સાથે તેનું અપહરણ કરી તેના પરિવાર પાસે ૧૦ લાખની ખંડણી માંગી હતી. પરિવારે ૩ લાખ બેન્ક ખાતામાં જમા પણ કરાવી દીધા હતા. દુષ્યંત પાસેથી એટીએમમાંથી પણ રૂપિયા કઢાવી લૂંટી લીધા હતા. પરંતુ પકડાઇ જવાની બીકે બે સાથીઓ સાથે દુષ્યંતની હત્યા કરી તેને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરી દીધો હતો. તેના આ કાંડમાં દીક્ષાંત કામરા પણ સાથ આપતો હતો.
સરળતાથી રૂપિયા મળી રહે તે માટે પ્રિયાએ એક ફ્લેટ ભાડે રાખીને લોહીનો વેપાર શરૂ કરી દીધો હતો. રાજસ્થાન અને બીજા રાજ્યોમાંથી છોકરીને સપ્લાય કરતી હતી. પ્રિયા પોતે પણ શ્રીમંતોને ફસાવીને નાણાં પડાવતી હતી. આ ધંધા માટે બનાવેલી વેબસાઇટ પર લોકો પ્રિયાનો સંપર્ક કરતાં અને પ્રિયા ડ્રાઇવર ગણેશ સાથે દર્શાવેલા સ્થળે પહોંચી જતી. તેની પાસેથી પહેલાં ૧૦-૧૫ હજાર લઇને પ્રિયા ભાગી જતી.
કાતિલ હસીના પ્રિયા શેઠે ૨૦૧૧માં માનસરોવરની એક કોલેજમાં એડમિશન લીધું હતું. એક વર્ષ બાદ તેણે પાર્ટટાઇમ જોબ માટે જાહેરાત જોઇને મળવા ગઇ ત્યારે ફ્લેટ ભાડે રાખીને તેમાં છોકરી અને ગ્રાહક જાહેરાત આપનારો મોકલે અને છોકરી જે કમાય તેના ૧૦ ટકા પ્રિયાને મળે એવી ઓફર થઇ.
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં બરુચર્ચિત દુષ્યંત અપહરણ-હત્યાકાંડમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આ મામલે પ્રિયા શેઠ નામની યુવતીની ધરપકડ કરી છે. પ્રિયાએ આ સમગ્ર ઘટનાને ડેટિંગ એપ (ડિંડર)ના માધ્યમથી અંજામ આપ્યો છે. તેણે પહેલા દુષ્યંકતને પોતાના પ્રેમના જાળમાં ફસાવ્યો. તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા અને બ્લેકમેલ કરતાં તેનું અપહરણ કર્યું. પ્રિયાએ દુષ્યંતને છોડવા માટે 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. દુષ્યંતના પિતાએ ત્રણ લાખ રૂપિયા તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છતાં પણ તેણે પોતાના બે સાથીઓ સાથે દુષ્યંતની હત્યા કરી અને બોડીને એક સૂટકેસમાં ભરીને ઠેકાણે પાડી દીધી હતી. નોંધનીય છે કે, પ્રિયા ખુદને સુંદર દેખાવા માટે મહિને દોઢ લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ કરતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -