મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના ઉપાધ્યક્ષનો દાવો- દોઢ જ વર્ષમાં ખતમ કરી નાખશું ટ્રિપલ તલાક
નવી દિલ્લી: ટ્રિપલ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઈ છે ત્યારે ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના ઉપાધ્યક્ષ કલ્બે સાદિકે કહ્યું છે કે, અમે ૧૮ જ મહિનામાં ટ્રિપલ તલાક ખતમ કરી નાંખીશું. બીજી તરફ, આ મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુપત્નીત્વ જેવી પ્રથાઓ મુસ્લિમ મહિલાઓના ગૌરવ અને ગરિમા સાથે સંકળાયેલો મુદ્દો છે. મુસ્લિમ મહિલાઓને આ હક નહીં આપવો એ બંધારણે આપેલા પાયાના હકો નહીં આપવા બરાબર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની મહિલા વિંગના મુખ્ય આયોજક અસમા જહેરાએ પણ ટ્રિપલ તલાક ખતમ કરી નાંખવાની વાતમાં સૂર પૂરાવ્યો છે. જહેરાએ કહ્યું હતું કે, એ વાત સાચી છે કે, અમને ટ્રિપલ તલાકની તરફેણમાં દેશભરની સાડા ત્રણ કરોડ મુસ્લિમ મહિલાઓના ફોર્મ મળ્યા હતા. હજુયે દેશમાં શરિયત કે ટ્રિપલ તલાકનો વિરોધ કરનારી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. જોકે, ત્રણ વાર તલાક કહીને છૂટાછેડા આપવા એ સામાજિક મુદ્દો છે, ધાર્મિક નહીં. છેલ્લાં કેટલાક વર્ષોમાં ટ્રિપલ તલાકના મુદ્દાને કારણ વિના નિશાન બનાવાઈ રહ્યો છે એ પણ એટલું જ સાચું છે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં ૧૧મી મેથી ટ્રિપલ તલાક સહિતની કેટલીક પ્રથાઓને પડકારતી અરજીની સુનવણી ચાલુ થઈ છે. એ મુદ્દે ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વિરોધ પણ નોંધાવી ચૂક્યું છે. આ પહેલાં બોર્ડે જણાવ્યું હતું કે, આ પરંપરા પવિત્ર ધર્મગ્રંથ કુરાનમાં સમાવિષ્ટ છે તેથી અદાલત તેમાં દખલગીરી ના કરી શકે.
જોકે ડૉ. સઇદ સાદિકે ટ્રિપલ તલાક જેવા મુદ્દે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ પહેલાં ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે દાવો કર્યો હતો કે દેશની ૩.૫ કરોડ મુસ્લિમ મહિલાઓ ટ્રિપલ તલાકની તરફેણમાં છે. અમારી પાસે તેમણે ભરેલા ફોર્મ પણ છે. જોકે, આ પ્રકારના દાવા પછી ડૉ. સાદિકે ટ્રિપલ તલાકની પ્રથા નાબૂદ કરવાનું નિવેદન કરતા આશ્ચર્ય સર્જાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -