મુસ્લિમ યુવતીને પતિએ આપ્યા તલાક, ફરી લગ્ન કરવા માટે સસરા સાથે સેક્સ માણવાની પાડી ફરજ, જાણો વિગત
નવી દિલ્હીઃ મુસ્લિમ યુવતીએ પોતાના સમુદાયના શરિયતી અને નિકાહ હલાલા કાયદાને કોર્ટમાં પડકાર્યો છે. શરીયતી કોર્ટ રચવા, નિકાહ હલાલા તેમજ તે સંબંધિત અન્ય બાબતોને પડકારતી એક મહિલાની અરજીને સુપ્રીમ કોર્ટ ગ્રાહ્ય રાખી છે. તેમાં મુસ્લિમોની લગ્ન સબંધી વિવિધ સમસ્યાઓ સંદર્ભે નિર્ણય થશે. જેમાં શરિયત કોર્ટની કાયદેસરતાને જ પાયામાંથી પડકારવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાયદાની જોગવાઈ હેઠળ, મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર મુસ્લિમ પુરૂષને ચાર પત્ની કરવાની છુટ અપાયેલી છે. જ્યારે નિકાહ હલાલાની જોગવાઈ હેઠળ મુસ્લિમ પતિ જો તેની મૂળ પત્ની સાથે ફરી લગ્ન કરવા માંગતો હોય તો, તે મહિલાએ કોઈ અન્ય પુરૂષ સાથે લગ્ન કરવા પડે, તેની સાથેથી છુટાછેડા લઈ ચોક્કસ સમય સુધી એકલા રહેવું પડે જેને 'ઈદ્દત' કહેવાય છે.
તેમના મતે આ જોગવાઈ તેમના (શાંતિથી) જીવન જીવવાના અધિકારના ભંગ સમાન છે. તેથી તે અંગે યોગ્ય નિર્ણય કરવાની માંગ કરવામાં આવતા કોર્ટ અરજી ગ્રાહ્ય રાખી પાંચ ન્યાયમૂર્તિની બંધારણીય ખંડપીઠને આ મામલો સોંપવા નિર્ણય કર્યો છે.
સુપ્રીમની મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, તેમજ ન્યાયમૂર્તિઓ એ.એમ. ખાનવીલકર અને ડી.વાય. ચંદ્રચૂડની ખંડપીઠે અરજદાર મહિલા ઝીકરાને સૂચન કર્યું હતું કે હાલ કોર્ટમાં મુસ્લીમોની બહુપત્નીત્વની પ્રથા અને નિકાહ હલાલાને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. તમે પણ તેમાં એક પક્ષકાર તરીકે જોડાઈ જાઓ. ઝિકરા બે સંતાનોની માતા ૨૧ વર્ષીય મહિલા છે. ઉત્તર પ્રદેશની વતની ઝીક્રાએ તલાક સહિતની બાબતોને પડકારી છે. આ કેસમાં યુવતીએ પતિને તલાક આપ્યા બાદ ફરી તેની સાથે લગ્ન કરવા માટે સસરા સાથે સેક્સ માણવાની ફરજ પાડવામાં આવી રહી હતી, એટલે કે સસરા સાથે નિહાક કરવાની માંગ કરાઇ હતી.
ત્યાર બાદ તે ફરી પોતાના મૂળ પતિ સાથે લગ્ન કરી શકે. જેને નિકાહ હલાલા કહે છે. તે તમામ પ્રક્રિયા, ટ્રિપલ તલાકથી લઈને ઈદ્દત, નિકાહ હલાલા મૂળ નિકાહના તત્કાલ તલાક સહીતના તમામ મુદ્દાઓને મુસ્લિમ મહિલાઓએ પડકાર્યા છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે તાત્કાલીક ટ્રીપલ તલાક આપી દેવાની મુસ્લિમ પરંપરાગત પ્રક્રિયાને ગેરકાયદેસર ઠરાવી હતી. જ્યારે ૨૬ માર્ચે મુસ્લિમોમાં પ્રચલીત બહુપત્નીત્વ અને નિકાહ હલાલાનો સમગ્ર મામલો ખાસ ન્યાયમૂર્તિની બંધારણીય પીઠને સોંપવાનો નિર્ણય કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -