દાઉદ ઈબ્રાહીમને ભારત ઢસડી લાવવા મુદ્દે રાજનાથનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
રાજનાથે અમેરિકાના સાત મુસ્લિમ દેશો પર વીઝાબેન લગાવવા નિર્ણયની પણ ટીકા કરવાની ના પાડી દીધી હતી. આ અંગે તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક આંતકવાદી સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અંગે ગૃહપ્રધાને કહ્યું કે, ભાજપને 403માંથી 250 સીટ મળશે. જોકે તેમણે ખુદને મુખ્યમંત્રીની રેસમાં ન હોવાનું જણાવ્યું અને કહ્યું કે, હું પહેલેથી જ ગૃહપ્રધાન છે, જો અન્ય કોઈને તક નહીં મળે તો તે તેની સાથે અન્યાય કહેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવાના અભિયાનમાં ચીન દ્વારા થતા વિરોધની તેમણે ટીકા પણ કરી. તેમણે કહ્યું કે, બની શકે કે ચીન પોતાની કેટલીક આંતરીક સમજને કારણે સાથ ન આપતું હોય. પરંતુ આશા છે કે ભવિષ્યમાં તે ભારતની સાથે હશે.
રાજનાથ સિંહે કહ્યું કે, લશ્કર એ તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદને નજરકેદ કરવો તો આંખો ખોલનારું હતું. જો ઇસ્લામાબાદ વાસ્તવમાં આતંકવાદ પર નિયંત્રણ લાવવા માટે ગંભીર છે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને જેલમાં નાંખવો જોઈએ. ચીન સાથે સંબંધો પર રાજનાથ સિંહે કહ્યું કે, હાલમાં ભલે તે સાથ ન આપતું હોય પરંતુ ભવિષ્યમાં સાથ ચોક્કસ આપશે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. જો તે સારો થઈને પરિવર્તન લાવશે તે આ પ્રકારના પગલાની ફરીથી કોઈ જરૂર નહીં પડે. પરંતુ જો આતંકવાદી સંગઠનો અને અન્યએ ભારતને નિશાન બનાવશે તો ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક નહીં થાય તેની અમે ગેરેન્ટી ન આપી શકીએ.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને થોડા જ સમયમાં પકડી લેવામાં આવશે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે અમે તેને પરત લાવવામાં સફળ થશું. વાત માત્ર સમયની છે. રાજનાથે કહ્યું કે, જરૂરત પડ્યે ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -