તમારો પાસપોર્ટ હવે બનશે વધારે સુરક્ષિત, સરકાર ટૂંકમાં જારી કરશે ચિપવાળા ઈ-પાસપોર્ટ
બાયો-મેટ્રિક માહિતી જેવાં વધારે સલામતી ફીચર્સ ધરાવતા ઇ-પાસપોર્ટ લોન્ચ કરીને મોદી સરકાર આ અતિમહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ થતો અટકાવવા માટે કડક નિયમો અમલમાં મૂકવા માંગે છે. સરકારે તાજેતરમાં પાસપોર્સ મેળવવાના નિયમોમાં પણ રાહતની જાહેરાત કરી હતી. વિદેશ બાબતોનું મંત્રાલય ચિપ લાગેલા ઇ-પાસપોર્ટ બનાવશે, જેથી તેની અંદર રહેલી માહિતીનું ઇલેક્ટ્રોનિકલી વેરિફિકેશન થઈ શકશે એમ આ હિલચાલથી પરિચિત લોકોએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ મોદી સરકાર પાસપોર્ટના દસ્તાવેજનો ખોટો ઉપયોગ રોકવા માટે નવા સિક્યુરિટી ફીચર લાવવાની તૈયારીમાં છે. કહેવાય છે કે, 2017માં બાયોમેટ્રિક ડિટેલ્સથી સજ્જ ઈ-પાસપોર્ટ લોન્ચ કરવામાં આવશે. એક અંગ્રેજી સમાચારપત્ર અનુસાર વિદેશ મંત્રાલય ટૂંકમાં જ ચિપવાળા ઈ-પાસપોર્ટ રજૂ કરશે, જેથી કરીને પાસપોર્ટ સંબંધિત જાણકારી ઈલેક્ટ્રિક રીતે વેરીફાઈ કરી શકાશે.
ઇ-પાસપોર્ટને કારણે માહિતીની ચોરી અટકશે અને બોગસ પાસપોર્ટની સમસ્યાનો અંત આવી શકશે. ઇ-પાસપોર્ટમાં ઇલેક્ટ્રોનિક ચિપ લગાવેલી હશે, જેમાં પાસપોર્ટધારકની માહિતી હશે અને તે ઓરિજિનલ પાસપોર્ટના ડેટા પેજ પર પ્રિન્ટેડ હશે.
એટલે ઇમિગ્રેશન અધિકારીને બોગસ પાસપોર્ટ શોધવામાં સરળતા પડશે અને પાસપોર્ટનો દુરુપયોગ થતો અટકશે. વિદેશ બાબતોના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી વી કે સિંઘે કહ્યું હતું કે, સરકારે ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસ (ISP) નાશિકને ઇ-પાસપોર્ટનું ઉત્પાદન કરવા માટે ઇલે. કોન્ટેક્સલેસ ઇનલેઝના પ્રોક્યોરમેન્ટની મંજૂરી આપી દીધી છે. ISP નાશિકને ત્રણ તબક્કાનું વૈશ્વિક ટેન્ડર બહાર પાડવા સત્તા આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -