દિલ્લીમાં જ્યારે હુ નવો હતો ત્યારે એક પિતાની જેમ મને માર્ગદર્શન આપ્યું અને મદદ કરી: પ્રણવને મોદીનો પત્ર
મોદીએ લખ્યું કે તમારી પાસે એક લાંલા રાજનીતિ, આર્થિક, વૈશ્વિક અનુભવ છે. જેનો ફાયદો મને અને મારી સરકારને સમયે સમયે મળ્યો છે. તમે અવારનવાર ફોન પર મારી તબિયતની ખબર લેતા હતા. મોદી કહ્યું કે, અમે લોકો અલગ પાર્ટીના હતા અને અલગ વિચારધારા હતી, હું માત્ર એક રાજ્યમાં કામ કરીને આવ્યો હતો. પરંતુ તેમ છતા તમારી સહાયતાના કારણે સાથે કામ કરી શક્યા. વડાપ્રધાને લખ્યું કે, સંસદમાં તમારા વિદાય કાર્યક્રમ સમયે તમે મારા માટે જે શબ્દો કહ્યા હતા તે માટે હું તમારો આભારી છું. જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ તરીકે પ્રવણ મુખર્જીનો કાર્યક્રમ 24 જુલાઇએ પૂર્ણ થયો છે અને તેમની જગ્યાએ રામનાથ કોંવિદે 25 જુલાઇએ નવા રાષ્ટ્રપતિ બન્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગુરુવારે એક પત્ર ટ્વિટર પર શેર કર્યો છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવણ મુખર્જીને રાષ્ટ્રપતિ તરીકેના છેલ્લા દિવસે લખ્યો હતો. આ પત્રમાં મોદીએ લખ્યું કે, કેવી રીતે જ્યારે દિલ્લીમાં તેઓ નવા હતા ત્યારે રાષ્ટ્રપતિના રૂપમાં તેમણે અમને માર્ગદર્શન આપ્યું હતું. પ્રણવ મુખર્જીના ટ્વિટ બાદ પીએમ મોદીએ તેના જવાબમાં લખ્યું કે, તમારી સાથે કામ કરવામાં હંમેશા મઝા આવતી હતી. પીએમ મોદીએ આ પત્રમાં લખ્યું છે કે, તમે હવે એક નવી ઇનિંગની શરૂઆત કરી રહ્યા છો. તમે રાષ્ટ્રપતિ હતા ત્યારે દેશને ખૂબ પ્રરિત કર્યા છે. વધુમાં લખ્યું કે ત્રણ વર્ષ અગાઉ જ્યારે નવી દિલ્લીમાં હુ નવો હતો, એક બહારનો હતો. મારા માટે અહીં કામ કરવું એક પ્રકારનો પડકાર હતો. પરંતુ તમે તે સમયે તમે એક પિતાની જેમ મને માર્ગદર્શન આપ્યું અને મદદ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -