અખિલેશ યાદવને મોટો ઝટકો, સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા નરેશ અગ્રવાલ ભાજપમાં સામેલ
નવી દિલ્લી: સમાજવાદી પાર્ટીના મહાસચિવ અને દિગ્ગજ નેતા નરેશ અગ્રવાલ ભાજપમાં સામેલ થયા છે. નરેશ અગ્રવાલનું ભાજપમાં જવુ સમાજવાદી પાર્ટી માટે એક મોટા ઝટકા સમાન છે. નરેશ અગ્રવાલ રાષ્ટ્રીય રાજનીતિમાં સપાનો મુખ્ય ચહેરો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવવામાં આવી રહ્યું છે કે નરેશ અગ્રવાલ સપાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવથી રાજયસભાની બેઠક પર તેમની જગ્યાએ જયા બચ્ચનને ટિકીટ આપવામાં આવતા નારાજ છે અને તેઓ ભાજપમાં સામેલ થયા છે.
68 વર્ષના નરેશ અગ્રવાલ હરદોઈના રહેવાશી છે. અગ્રવાલ બીએસસી, એલએલબી છે અને આશરે ચાર દશકથી તેઓ સક્રિય રાજકારણમાં છે. તેઓ 1980માં પ્રથમ વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 1989થી 2008 સુધી યૂપી વિધાનસભામાં સદસ્ય રહ્યા. 1997માં કૉંગ્રેસ પાર્ટીને તોડીને લોકતાંત્રિક પાર્ટીનુ ગઠન કર્યું. 1997થી 2001 સુધી યૂપી સરકારમાં ઉર્જા મંત્રી રહ્યા. 2003થી 2004 સુધી પર્યટન મંત્રી રહ્યા. 2004થી 2007 સુધી તેમણે યૂપીના પરિવહન મંત્રીનો કાર્યભાર સંભાળ્યા. બાદમાં તેઓ રાજ્યસભા માટે ચૂંટાયા અને સંસદની ઘણી કમિટીઓમાં મહત્વના હોદ્દાઓ પર રહ્યા, તેમના પરિવારમાં પત્ની,એક પુત્ર અને એક દિકીરી છે. તેમનો પુત્ર નિતિન અગ્રવાલ અખિલેશ સરકારમાં મંત્રી રહી ચુક્યો છે અને હાલ હરદોઈથી સપાના ધારાસભ્ય છે.
માનવામાં આવી રહ્યું છે કે જયા બચ્ચનને રાજ્યસભામા મોકલવામાં આવતા નરેશ અગ્રવાલ નારાજ છે. નરેશ અગ્રવાલ પાર્ટીનો મુખ્ય ચહેરો છે તેઓ પાર્ટીની રીતિ-નીતિઓને કેંદ્રીય સત્ર પર ઉઠાવતા રહ્યા છે, પરંતુ પાર્ટીએ જયા બચ્ચનને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો અને નરેશ અગ્રવાલનુ પત્તુ કપાયુ છે, જેના કારણે તેઓ સપાથી નારાજ છે.
નરેશ અગ્રવાલ હંમેશા પોતાના નિવેદનોના કારણે મીડિયમાં ચમકતા રહે છે. ઘણી વખત વિવાદીત નિવેદનોના કારણે તેમણે માફી પણ માંગવી પડી છે. સપામાં જ્યારે અખિલેશ અને મુલાયમ વચ્ચે મતભેદ થયા હતા ત્યારે નરેશ અગ્રવાલે અખિલેશને સમર્થન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -