દેશના પ્રથમ સિનેમા મ્યુઝિયમની જુઓ અંદરની તસવીરો, PM મોદીએ કર્યું હતું ઉદ્ધાટન
ભારતીય સિનેમા નામના હોલમાં દેશભરની સિનેમા સંસ્કૃતિ બતાવવામાં આવી છે. ખાસ કરીને મ્યુઝિયમને નવ વર્ગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં સિનેમાની ઉત્પત્તિ, ભારતમાં સિનેમાનું આગમન, ભારતીય મૂળની ફિલ્મ, ધ્વનિની શરૂઆત, સ્ટૂડિયો યુગ, દ્વિતીય વિશ્વ યુદ્ધનો પ્રભાવ, રચનાત્મક જીવંતતા, ન્યૂ વેવ અને ક્ષેત્રિય સિનેમા સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મ્યુઝિયમમાં ફિલ્મ નિર્માણ ટેક્નિકથી માંડીને ભારતીય સિનેમાના 100 વર્ષની યાત્રા બતાવવામાં આવી છે. ફિલ્મકાર શ્યામ બેનેગલની અધ્યક્ષતામાં સંગ્રહાલય સલાહકાર સમિતિ બનાવાઇ હતી. જેમના માર્ગદર્શન હેઠળ આ 'નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા' તૈયાર કરવામાં આવ્યું છે.
મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે મુંબઇમાં દેશના પ્રથમ સિનેમા સંગ્રહાલયનું ઉદ્ધાટન કર્યું હતું. આ સંગ્રહાલયમાં ભારતીય સિનેમાની એક તસવીર રજૂ કરવામાં આવી છે. આ મ્યુઝિયમ ચાર વર્ષમાં લગભગ 140 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
સિનેમા હોલમાં મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ફિલ્મ્સ જોવા મળશે. તેના દ્વારા સિનેમા પર પડેલા તેમના જીવનના પ્રભાવને બતાવવાનો પ્રયાસ થયો છે. બાળ ફિલ્મ સ્ટૂડિયોમાં બાળકોને ફિલ્મ પ્રોડક્શનનું જ્ઞાન અને કળા જાણવા મળશે. આ હોલમાં કેમેરા, લાઇટ, શૂટિંગ અને અભિનય સાથે જોડાયેલી તમામ જાણકારી ઉપલબ્ધ છે.
આ સંગ્રહાલય 'નવીન સંગ્રહાલય ભવન' અને 19મી સદીના ઐતિહાસિક મહેલ 'ગુલશન મહેલ' ખાતે બનાવવામાં આવ્યું છે. મ્યુઝિયમમાં ચાર પ્રદર્શની હોલ છે. જેની અલગ-અલગ ખાસિયત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -