નવજોત સિંહ સિદ્ધુએ ઈમરાન ખાનનું આમંત્રણ સ્વીકાર્યું, શપથ ગ્રહણ સમારોહમાં જશે ઈસ્લામાબાદ
હાલમાં જ થયેલી પાકિસ્તાનની ચુંટણીમાં ઇમરાન ખાનની પીટીઆઈએ નેશનલ એસેમ્બલીની 116 સીટો પર જીત મેળવી હતી. તે સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે સરકાર બનાવવા માટે પાર્ટીને હજુ 21 સભ્યોના સમર્થનની જરૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબના કેબિનેટમંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, તેમણે ઈમરાનખાનના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહમાં જવા માટેનું આમંત્રણ સ્વીકાર કર્યો છે. સિદ્ધુએ કહ્યુ કે આ એક સન્માન છે અને એનો હુ સ્વીકાર કરુ છુ. તેમણે કહ્યુ કે ઈમરાન પર વિશ્વાસ મુકી શકાય એમ છે. ખિલાડીઓ સંપર્ક બનાવે છે અને લોકોને જોડે છે. જ્યારે કપિલ દેવ અને આમિરખાને આ આમંત્રણ બાબતે કોઇ પ્રતિક્રિયા નથી આપી.
નવી દિલ્હી: પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહમાં ભારતની ચાર હસ્તીઓને આમંત્રણ આપવમાં આવ્યું છે. ઈમરાન ખાને ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ, સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને આમંત્રણ મોકલ્યું હતું. આ સાથે જ બોલિવુડ અભિનેતા આમિર ખાનને પણ ઈમરાન ખાને ઈસ્લામાબાદ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. જેમાંથી નવજોત સિંહ સિદ્ધુએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -