ધોનીની પત્ની સાક્ષી સામે કરોડોની છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ, લાગી 420ની કલમ
જોકે રિતી એમએસડી અલ્મોડ પ્રાઇવેટ લિમિટેડના એક ડિરેક્ટર અરૂણ પાંડેએ સ્પષ્ટતા કરી છે કે વિકાસ અરોરાએ જેટલા શેર ટ્રાન્સફર કર્યા છે એના પ્રમાણમાં રકમ આપવામાં આવી છે. અરૂણ પાંડેએ વિશેષમાં સ્પષ્ટતા કરી છે સાક્ષીએ લગભગ એક વર્ષ પહેલાં જ કંપની છોડી દીધી છે. આ મામલે સાક્ષીએ કોઈ પ્રતિક્રિયા નથી આપી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાનિશે આરોપ મૂક્યો છે કે આ ડિલનું અંદાજે 11 કરોડ રૂ.નું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું પણ રિતી એમએસડી અલ્મોડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અત્યાર સુધી માત્ર 2.25 કરોડ રૂ. જ ચૂકવવામાં આવ્યા છે અને આ માટે 31 માર્ચની ડેડલાઇન પણ ક્રોસ થઈ ગઈ છે. આ મામલે સાક્ષી અને તેના કો ડિરેક્ટર્સો વિરૂદ્ધ સુશાંત લોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
હાલમાં સાક્ષી, અરૂણ પાંડે, શુભાવંતી પાંડે અને પ્રતીમા પાંડે રિતી એમએસડી અલ્મોડ પ્રાઇવેટ લિમિટેડમાં કો ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યા છે. આ કંપનીનોનો સ્પોર્ટસફિટ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામના જિમ અને ફિટનેસ સેન્ટરમાં હિસ્સો છે. સ્પોર્ટસફિટ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડમાં દાનિશ અને તેના પિતા વિકાસ અરોરાના 39 ટકા શેર છે. આ સંજોગોમાં રિતી એમએસડી અલ્મોડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકાસ અરોરાના શેર તેમની પાસેથી ખરીદી લેવાની ઓફર કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોની સહિત ચાર લોકો વિરૂદ્ધ નિર્વાણા કન્ટ્રી ટાઉનશિપમાં રહેતા દાનિશ અરોરાએ પોલીસ ફરિયાદ કરી છે. ફરીયાદ કંપનીમાંશેર ખરીદવા માટે એગ્રીમેન્ટ કર્યા બાદ સંપૂર્ણ રકમ ન આપવા સંબંધિત છે. આ મામલામાં સાક્ષી સહિત અન્ય ત્રણ સામે સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 અંતર્ગત પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -