NEETમાં શરમજનક વર્તનઃ 18 વર્ષની વિદ્યાર્થીનીની બ્રા ઉતરાવનાર 4 શિક્ષિકા સસ્પેન્ડ
યુવતીએ કહ્યું કે, વિરોધ કરવા છતાં એક્ઝામ સેન્ટરના અધિકારીઓએ તેના આંતરવસ્ત્ર ઉતારવા માટે દબાણ કરવામાં આવ્યું. યુવતીની માતાએ જણાવ્યું કે, મારી દીકરી પહેલા સેન્ટરની અંદર ગઈ અને પછી બહાર આવીને પોતાની બ્રા મને આપી ગઈ. બાળકો સાથે આટલી અપમાનજનક વ્યવહાર માટે પરિવારે કેન્દ્રના અધિકારીઓ વિરૂદ્ધ કાર્રવાઈની માગ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષામાં સુરક્ષા તપાસ દરમિયાન એક યુવતી ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ. યુવતીને કથિત રીતે એક્ઝામ હોલમાં પ્રવેશતા પહેલા બ્રા ઉતારવા માટે કહેવામાં આવ્યું. તેના કહેવા પ્રમાણે મહિલા સુરક્ષાકર્મીએ યુવતીને બ્રા ઉતારવા માટે કહ્યું, જેથી સુનિશ્ચિત થઈ શકે કે તેની પાસે કોઈ ચીટિંગની સામગ્રી નથી. એક યુવતીને જીન્સ ઉતારવા માટે કહેવામાં આવ્યું. યુવતીએ આરોપ લગાવ્યો કે પ્રસાશનના કડક ડ્રેસ કોડને કારણે અન્ય યુવતીઓ પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ. પરીક્ષા બાદ યુવતીઓએ મીડિયાકર્મીઓને આ ઘટના વિશે જણાવ્યું હતું.
કન્નુરઃ મેડિકલકોલેજમાં એડમિશનની પરીક્ષા નીટ દરમિયાન કેરળના કન્નુરના સેન્ટર પર વિદ્યાર્થિનીનાં અન્ડર ગારમેન્ટ ઉતરાવવા મામલે 4 શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવાઇ છે. જ્યાં સેન્ટર હતું તે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે હજુ સુધી કોઇ ફરિયાદ મળી નથી પરંતુ તપાસના કારણે 4 શિક્ષિકાને સસ્પેન્ડ કરાઇ છે. કેરળ વિધાનસભામાં મુદ્દો ઊઠતાં મુખ્યમંત્રી વિજયને કહ્યું કે એક મહિલા પોલીસ અધિકારીને વિદ્યાર્થિની તથા તેના પરિવારજનોને મળવા કહેવાયું છે. બાળ અધિકાર પંચે CBSE પાસેથી 10 દિવસમાં રિપોર્ટ માગ્યો છે.
ઉપરાંત કન્નૂરના એક્ઝામ હોલમાં પરીક્ષા આપવા માટે એક અન્ય યુવતી સાથે પણ આવું જ વર્તન કરવામાં આવ્યું. તેને તેના જીન્સના બટન હટાવવા માટે કહેવામાં આવ્યું. બાદમાં તેને નવો ડ્રેસ ખરીદવો પડ્યો. આઈએએનએસ સાથે વાતચીતમાં યુવતીના પિતાએ જણાવ્યું કે, તેને એક્ઝામ સેન્ટરથી 3 કિલોમીટ દૂર એક કપડાની દુકાન પર તેના માટે એક પેન્ટ ખરીદવા માટે જવું પડ્યું. તેમણે જણાવ્યું, તેણે જીન્સ પહેરી હતી. જોકે તેમાં ગજવા અને લોખંડના બટન હતા, માટે તે ઉતારવા માટે કહેવામાં આવ્યું.
દેશભરના 103 પરીક્ષા કેન્દોર પર 7 મેના રોજ મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા લેવાઈ ગઈ. 11 લાખ 35 હજાર 104 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આ વિતેલા વર્ષે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કરતાં સંખ્યા 41.42 ટકા વધારે હતી. નકલની વધતી ફરિયાદને ધ્યાનમાં રાખીને સીબીએસઈએ ખૂબ જ કડક ગાઈડલાઈન જારી કરી હતી. નિયમ અનુસાર ઉમેદવારો શૂ પહેરાવની મનાઈ હતી. માત્ર ચપ્પલ પહેરવાની જ મંજૂરી હતી. વિદ્યાર્થીનીઓ માટે સાડીની જગ્યાએ સામાન્ય સૂટ અથવા જીન્સ ટી શર્ટ પહેરવાની છૂટ હતી તે પણ તસવીર અને પ્રિન્ટ ન હોય તેવી.
સૂચના હતી કે ટી શર્ટ પર મોટા અને કાળા રંગના બટન ન લાગેલા ન હોય. પીવાના પાણીની બોટલ પણ પરીક્ષા હોલમાં લઈ જવાની મંજૂરી ન હતી. પેન પેન્સિલ પણ પરીક્ષા સેન્ટર પર આપવામાં આવી હતી. હાથની આંગળીમાં વીંટી પણ પહેરવાની મનાઈ હતી. ફુલ સ્લીવ ડ્રેસ પહેરવાની મનાઈ હતી. માત્ર એડમિટ કાર્ડ જ લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. મોબાઈલ પણ લઈ જવાની મનાઈ હતી. નીટના એક્ઝામ સેન્ટર પર બુર્કોસ, તાવીજ, બ્રેસલેટ અને કૃપાલ પણ સાથે ન રાખવાની સૂચના હતી. ઉપરાંત પર્સ, એટીએમ કાર્ડ, લોકોટ, શૂ, ફુલ સ્લીવ્સના શર્ટ, ઘડીયાળ, સનગ્લાસીસ, હેર ક્લિપ, રબર બેન્ડ, બંગળી પર પણ પ્રતિબંધ હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -