સ્માર્ટફોન, પાન મસાલા અને સિગરેટ સહિત અનેક વસ્તુ થઈ મોંઘી, જાણો- આજથી શું શું બદલાઈ જશે
આ વસ્તુ થશે સસ્તીઃ રેલવે ટિકિટ પર સર્વિસ ચાર્જ ઓછો થવાથી ટિકિટ બુકિંગ સસ્તી થઈ જશે. ઉલ્લેખનીય છે કે, બજેટમાં રેલવે ટિકિટના બુકિંગ પર લાગતો સર્વિસ ચાર્જ ઘટાડવામાં આવ્યો હતો. નવા નાણાંકીય વર્ષમાં જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાલુ વર્ષે તમને લાભ થશે, કારણ કે બજેટમાં સરકારે લોકોને સસ્તા મકાન આપવા માટે લોનના વ્યાજ પર છૂટની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિગરેટનો ધૂમાડો લોકોના સ્વાસ્થ્યની સાથે સાથે ગજવા પર પણ મોંઘો પડે છે. કારણ કે સિગરેટ પર એક્સાઈઝ ડ્યૂટી 214 રૂપિયાથી વધારીને 311 રૂપિયા પ્રતિ હજાર થઈ જશે.
ફોનની કિંમતમાં પણ વધારો થઈ શકે છે, કારણ કે મોબાઈલ ફોન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર પણ કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવી છે. તમ્બાકુવાળા પાન મસાલા અને ગુટખા પર એક્સાઈઝ ડ્યૂટી 10 ટકાથી વધીને 12 ટકા થઈ જશે. જેની અસર તેના ઉયોગ કરનાર પર પડશે.
એલઈડી બલ્બ મોંઘી થઈ જશે. કારણ કે LED બનાવવા માટે ઉપયોગમાં આવતી સામગ્રી પર મૂળ કસ્ટમ ડ્યૂટી અને 6 ટકા સરચાર્જ લાગશે. ચાંદીના વાસણ અને ચાંદીમાંથી બનતો સામાન મોંઘો થશે. સ્ટીલના વાસણ પણ એક એપ્રિલથી મોંઘા થશે. કારણ કે નવા નિયમમાં થયેલ ફેરફારથી સ્ટીલના સામાન પર મોંઘવારનો માર પડશે.
આ વસ્તુ મોંઘી થશેઃ મોટરસાઈકલ, કાર અને કોમર્શિયલ વાહનોનો વીમો એક એપ્રિલથી મોંઘો થઈ જશે. NHAIના ટોલમાં 3-3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે વાહન ચાલકોએ અંદાજે 5-10 રૂપિયા વધારે ટોલ આપવો પડશે. અત્યાર સુધી જે ટેલીકોમ કંપની ફ્રીમાં અનલિમિટેડ ડેટા અને કોલિંગની સુવિધા આપતી હતી જ્યારે 31 માર્ચે આ સેવાઓ ખત્મ કરશે. 4જી માર્કેટમાં સ્પર્ધાની વચ્ચે યૂઝર્સે કોઈ પ્લાનની પસંદગી કરવી પડશે.
બજેટમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ તમારે આરઓની ઓછી કિંમત ચૂકવવી પડશે. જ્યારે લેધરનો સામાન પણ સસ્તો થશે. ઉપરાં પાર્સલ એટલે કે પોસ્ટની સુવિધા પણ તમને સસ્તી પડશે.
દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદ્રાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર આજથી પ્રવાસીઓની હેન્ડબેગ પર સુરક્ષા ટેગ નહીં લાગે.
સેન્સર બોર્ડ આજતી ઓનલાઈન થયું, ફિલ્મ બનાવતી બોર્ડની વેબસાઈટ પર સંબંધિત પેપર જમા કરાવી શકશે.
પાક વીમા યોજનાઓનો લાભ લેવા માટે આજતી આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.
મોટર કાર પર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ આજતી મોંઘો, પ્રીમિયમ અંદાજે 50 ટકા વધી ગયું છે.
એસબીઆઈના ગ્રાહકો માટે આજતી ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી, મહાનગરોમાં પાંચ હજાર અને ગ્રામીણ વિસ્તારમાં ખાતામાં એક હજાર રૂપિયા રાખવા પડશે.
નેશનલ અને સ્ટેટ હાઈવે હર દારૂની દુકાનો બંધ થઈ જશે.
ટ્રેનમાં આજથી વિકલ્પ સેવા શરૂ, ટિકિટ કન્ફર્મ ન થવા પર તે રૂટની અન્ય ટ્રેનમાં મળશે સીટ, સુવિધા માત્ર ઓનલાઈન ટિકિટ પર જ મળશે.
આજથી માત્ર બે લાખ રૂપિયાની રોકડ લેવડ દેવડ કરી શકાશે. નિયમ તોડવા પર જેટલી રકમનો વ્યવહાર કરવામાં આવશે તેટલો જ દંડ આપવો પડશે.
ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું થયું સરળ, આજથી મળશે નવું એક પાનાનું ફોર્મ. પીપીએફ અને નાની બચત યોજના પર ઓછું વ્યાજ દર મળશે. સરકારે 0.1 ટકાનો ઘટાડો કર્યો છે.
નવી દિલ્હીઃ આજે માત્ર પેટ્રોલ ડીઝલની કિંમતમાં જ ફેરફાર નથી થયો, પરંતુ આજથી તમને મળતી અનેક સુવિધાઓ પણ બદલાઈ ગઈ છે. અમે અહીં તમને જણાવી રહ્યા છે આજથી શું શું બદલાઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -