UP: નોટબંધીને કારણે દહેજ વિના થયા લગ્ન, 51 યુગલે PMને કહ્યું- થેક્યું
કાનપુરઃ નોટબંધી બાદ જ્યા સામાન્ય લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે પરિવારોમાં લગ્ન છે તેવા પરિવારોને અનેક મુશ્કેલીઓ છે ત્યારે ઓછા પૈસામાં થયેલા લગ્નથી ખુશ 51 નવયુગલોએ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ કપલ્સે વડાપ્રધાન મોદીની તસવીર પાસેથી આશીર્વાદ લીધા હતા અને તેમને સાહસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તમામનો શ્રેય મોદીને આપી રહ્યા છે. એટલુ જ નહીં તમામ કપલ્સે મોદીની તસવીરથી આશીર્વાદ લીધા હતા. મહેમાનોએ પણ મોદીના વખાણ કર્યા હતા. એક નવવધૂ આરતીની બહેન ગુડિયાએ કહ્યું કે, નોટબંધી અમારા માટે લાભદાયી નીવડી હતી. નોંધનીય છે કે નોટબંધીને કારણે તમામના લગ્ન રદ થયા હતા પરંતુ સમાજસેવક સંતોષ ગુપ્તાએ દાન મેળવી તમામના લગ્ન કરાવ્યા હતા.
નોટબંધીને લઇને જ્યાં સંસદમાં વિપક્ષ દ્ધારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કાનપુરના પનકી વિસ્તારમાં અનેક દીકરીઓના લગ્ન નોટબંદીને કારણે ધૂમધામથી દહેજ વિના સંપન્ન થયા હતા. અહીં 51 નવવિવાહિત કપલ્સને એ વાતની ખુશી છે કે આ નોટબંધીથી ના દહેજ આપવું પડ્યું, ના લગ્ન માટે વધુ વ્યવસ્થા કરવી પડી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -