અમરનાથમાં હવે બમ બમ ભોલેનો નાદ નહીં કરી શકાય, NGTનો આદેશ
જણાવી દઈએ કે અગાઉ પણ એનજીટીએ વૈષ્ણવ દેવીમાં એક દિવસમાં માત્ર 50 હજાર યાત્રીઓનેજ દર્શન કરાવવા આદેશ આપ્યો હતો. એનજીટીના આ આદેશ વિરુદ્ધ વૈષ્ણવ દેવી શ્રાઈન બોર્ડ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને બાદમાં સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ પર રોક લગાવી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, એનજીટીના નિર્ણય પર વિવાદ ઊભો થયો છે. ભાજપ સરકારે આ નિર્ણયને હિંદુઓ વિરુદ્ધ ગણાવ્યો છે. ભાજપના દિલ્લી પ્રદેશ પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાએ કહ્યું કે તે અમરનાથ યાત્રા પર જશે અને બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષ લગાવશે. એનજીટીમાં હિમ્મત હોય તો તેને રોકે.
નવી દિલ્લી: અમરનાથ યાત્રા દરમિયાન શિવભક્તો શિવના જયકાર લગાવતા જાય છે. સાથે ઘણી જગ્યાએ ઘંટીઓ પણ વગાડતા હોય છે. જો કે હવે ભક્તો જ્યાં અમરનાથના પગથિયા શરૂ થાય ત્યાં જયઘોષ અને ઘંટીઓ નહીં વગાડી શકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)ના આદેશ અનુસાર તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એનજીટી અનુસાર પથ્થરો ઘસી પડવા(લેન્ડ સ્લાઈડ) ની ઘટનાઓ પર રોક લગાવવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં આદેશમાં યાત્રીઓના મોબાઈલ ફોન પર પણ પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી છે.
એનજીટીએ અમરનાથને સાઈલેન્સ ઝોન જાહેર કરવા આદેશ આપ્યો છે. ત્યાં આ એનજીટીએ આ નિર્ણય સાથે કહ્યું કે કેટલાક મંદિરોમાં વાત કરવા પર પ્રતિબંધ છે અને ત્યાં સાઈલેન્સ ઝોન છે. જેમકે બહાઈ મંદિર, તિરૂપતિ અને અક્ષરધામમાં. અમરનાથમાં અવાજના કારણે લેન્ડ સ્લાઈડનો ખતરો વધી જાય છે. એવામાં એનજીટી અનુસાર પર્યાવરણની દ્રષ્ટીએ ખૂબજ સંવેદનશીલ થવું અને આ વિસ્તારમાં ગ્લેશિયરોંના સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા ઘોંઘાટ ન હોવો જોઈએ અને યાત્રીઓની સંખ્યા પણ સીમિત હોવી જોઈએ.
એનજીટીમાં ફરિયાદ દાખલ કરનાર આદિત્ય સિંઘલાએ જણાવ્યું કે, એનજીટીએ આ આદેશ ત્યાંના ઈકોલોજીકલ સ્ટ્રકેચરને ધ્યાનમાં લેતા આપ્યો છે. જેનાથી સ્લાઈડિંગની ઘટનાઓ ના વધે, જ્યારે એક સાથે હજારો લોકો ઘંટીઓ વગાડે કે જયકાર લગાવે છે ત્યારે ત્યાં પ્રાયવરણને નુકસાન થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -