PNB બાદ વધુ એક બેંકનું કૌભાંડ આવ્યું બહાર, 390 કરોડ રૂપિયા લઈને જ્વેલર ફરાર
સરકારી ક્ષેત્રની બેન્ક OBCએ 16 ઓગસ્ટ, 2017ના રોજ CBI સમક્ષ દ્વારકા દાસ સેઠ ઈન્ટરનેશનલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બેન્કનો દાવો છે કે દ્વારકા દાસ સેઠ ઈન્ટરનેશનલે લેટર ઓફ ક્રિડેટ અંતર્ગત અનેક ક્રેડિટ ફેસિલિટીનો લાભ ઉઠાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નીરવ મોદી અને મેહુલ ચોકસી બાદ સીબીઆઈ દિલ્હીના એક હીરા કારોબારી પર ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ પાસેથી 389.85 કરોડ રૂપિયાની કથિત લોન છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. સીબીઆઈએ કથિત છેતરપિંડી માટે દ્વારકા દાસ સેઠ ઇન્ટરનેશનલ લિમિટેડ પર કેસ નોંધ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકની ફરિયાદના છ મહિના બાદ એન્જીસે કંપનીના ડાયરેક્ટર સભ્ય સેઠ, રીતા સેઠ, કૃષ્ણ કુમાર સિંહ, રવિ સિંહ અને એક અન્ય કંપની દ્વારકા દાસ સેઠ એસઈઝેડ ઇનકોર્પોરેશન વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ કંપનીનું મેનેજમેન્ટ સભ્ય સેઠ અને રીતા સેઠના હાથમાં છે, જે પંજાબી બાગમાં રહે છે. આ સિવાય કૃષ્ણ કુમાર સિંહ અને રવિ કુમાર સિહં પણ આ કંપની સાથે જોડાયેલા છે. CBIએ પોતાની FIRમાં આ દરેકના નામ દાખલ કર્યા છે.
બેન્કે પોતાની તપાસ પછી દાવો કર્યો હતો કે સભ્ય સેઠ અને કંપનીના અન્ય ડિરેક્ટર્સ 10 મહિનાથી તેમના ઘરે નથી. બેન્કે શંકા વ્યક્ત કરી છે કે સભ્ય સેઠ પણ નીરવ મોદી અને વિજય માલ્યાની જેમ ભારતમાંથી બહાર જતા રહ્યા છે.
ગુરુવારના રોજ CBIએ કરોલ બાગ સ્થિત દ્વારકા દાસ સેઠ ઈન્ટરનેશનલ વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. આ કંપની ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વર જૂલરીની મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગનું કામ કરે છે. આ કંપનીએ OBCની ગ્રેટર કૈલાશ-II સ્થિત બ્રાન્ચમાંથી 2007માં ફોરન લેટર ઓફ ક્રેડિટ મેળવ્યા પછી અનેક પ્રકારે લોન મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -