આગામી 3-4 વર્ષમાં બેકાર થઈ જશે ડેબિટ, ક્રેડિટ અને ATM કાર્ડ: અમિતાભ કાંત
તેમણે કહ્યું કે ભારત દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જ્યાં અરબોની સંખ્યામાં બાયોમેટ્રીક ડેટા ઉપલબ્ધ છે. તેની સાથે મોબાઈલ ફોન અને બેંક ખાતા પણ છે તેથી ભવિષ્યમાં આ એકમાત્ર દેશ હશે જ્યાં અનેક પ્રકારની નવી વસ્તુઓ હશે. વધારેમાં વધારે નાણાકીય લેવડ દેવડ સ્માર્ટ મોબાઈલ ફોન દ્વારાજ કરવામાં આવશે અને આ વલણ અગાઉથીજ દેખાઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: નીતિ આયોગના ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર અમિતાભ કાંતે શનિવારે કહ્યું કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સાથે એટીએમ કાર્ડ આવતા ત્રણ-ચાર વર્ષમાં નકામા થઈ જશે. અને નાણાની લેવડ દેવડ માટે લોકો પોતાના મોબાઈ ફોનનો ઉપયોગ કરશે.
તેમણે કહ્યું કે ભારતમાં 72 ટકા જનસંખ્યા 32 વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. એવામાં તેના માટે આ અમેરિકા અને યૂરોપના દેશોના મુકાબલે વસ્તીવિષયક ડિવિડન્ડની સ્થિતિ દર્શાવે છે.
અમિતાભ કાંતે એક કાર્યક્રમાં જણાવ્યું કે, ભારતમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમની ટેકનોલોજી આવતા ત્રણ ચાર વર્ષમાં બેકાર બની જશે. અને આપણે બધા પૈસાની લેવડ દેવડ માટે પોતાના મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હોઈશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -