ભાજપના ટોચના નેતાનો બફાટઃ સત્તામાં આવીશું એવું નહોતું લાગતું એટલે મોટાં મોટાં વચનો આપી દીધેલાં પણ.........
ઈન્ટરવ્યૂ વાયરલ થતાં જ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરતાં વીડિયોની ક્લિપ ટ્વિટર પર શેર કરી છે અને કહ્યું કે ગડકરીએ સાબિત કરી દીધું કે ભાજપ જુમલાઓ અને ખોટાં વાયદાઓના જોરે જ ચૂંટણી જીતી સત્તામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગડકરીના આ વીડિયોને ટ્વીટ કરી કહ્યું કે, સાચું જ કહ્યું છે, જનતા પણ એવું જ વિચારતી હતી કે સરકારે લોકોના સપનાં અને તેમના વિશ્વાસને પોતાના લોભના શિકાર બનાવ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગડકરીના આવા નિવેદનને કારણે કોંગ્રેસ સહિત અને વિપક્ષી પાર્ટીઓને ભાજપને ઘેરવાની તક મળી છે. હાલમાં કોંગ્રેસે રાફેલ ડીલ, નોટબંધી, જીએસટી ઉપરાંત રોજગાર અને કાળા નાણાંના વાયદાઓને લઈને સરકારે ઘેરી રહી છે. પીએમ મોદી 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની રેલીઓમાં બ્લેક મની પરત લાવશું અને 15 લાખ રૂપિયા ખાતામાં આવવાની વાત કરી હતી. ગડકરીના આ નિવેદન પછી કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી બેકફુટ પર આવી શકે છે.
ગડકરીના જણાવ્યા મુજબ, અમને પૂરો વિશ્વાસ હતો કે, અમે ક્યારેય પણ સત્તામાં નહીં આવીએ, એટલે જ અમને મોટા મોટા વાયદાઓ કરવાની સલાહ આપવામાં આવી હતી. હવે જ્યારે અમે સત્તામાં છીએ તો જનતા અમને તે વાયદાઓ યાદ કરાવે છે. જો કે હવે અમે આ અંગે હસીને આગળ વધી જઈએ છીએ. ગડકરીએ આ પ્રકારનું નિવેદન એક મરાઠી ટીવી ચેનલને આપેલાં ઈન્ટરવ્યૂમાં કર્યું હતું.
નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હાલના નિવેદનથી ભાજપ અને કેન્દ્ર સરકારની મજાક બની શકે છે. ગડકરીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ કેમ જનતાને મોટા મોટા વાયદાઓ કર્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -