કોઈ પુરૂષ સેક્સ વર્કર સાથે સેક્સ માણતાં ઝડપાય તો એ ગુનો બને કે નહીં? હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરનારી વ્યક્તિ બેંગ્લુરૂ ખાતેના રેડ લાઈટ એરિયાનો ગ્રાહક હતો. અરજદારે તેની સામે ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ ૩,૪,૫ અને ૭ તેમ જ આઈપીસીની કલમ ૩૭૦ હેઠળ દાખલ થયેલા અપરાધની કાર્યવાહી રદ કરવાની માગણી સાથે અરજી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રૂપલલનાની સેવા લેનાર ગ્રાહકને સજા ન આપી શકાય. કર્ણાટક હાઈકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. પોલીસની હોટેલમાં રેડ દરમિયાન રૂપલલના સાથે સેક્સ માણી રહેલ વ્યક્તિ સામે દાખલ થયેલા કેસને રદ કરતાં જજ કે. એન. પનીન્દ્રની સિંગલ બેન્ચે જણાવ્યું કે, રૂપલલનાના ગ્રાહકને સજા થાય તેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી.
જોકે ન્યાયમૂર્તિએ આઈટીપી કાયદાની કલમોની સમજ આપતાં જણાવ્યું હતું કે કાયદાની કલમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે રૂપજીવીનીના ગ્રાહકને અપરાધી કહી શકાય. આઈટીપી એક્ટની કલમ ત્રણ તે વેશ્યાલય ચલાવવા કે વેશ્યાલય માટે સ્થાનનો ઉપયોગ કરવા મંજૂરી આપવા બદલ દંડિત કરવાની જોગવાઈ ધરાવે છે. કલમ ૪ રૂપજીવીની વ્યવસાય પર નભવા બદલ સજાની જોગવાઈ ધરાવે છે. કલમ પાંચ કોઈ વ્યક્તિને રૂપજીવીનીના વ્યવસાયમાં ધકેલવા બદલ અને કલમ ૭ જાહેર સ્થાનની નજીક વ્યવસાય કરતી રૂપજીવીનીને અપરાધી બનાવવાની જોગવાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -