મોદી સરકારની પહેલી મોટી અગ્નિપરીક્ષા, આજે સંસદમાં આવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ
નવી દિલ્હીઃ વાયએસઆર કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની યોજના એકવાર ફરીથી ફેઇલ થઇ ગઇ, લોકસભા અને રાજ્યસભામાં જોરદાર હંગામો થતા બન્ને ગૃહોની કાર્યવાહીને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિપક્ષ તો બીજેપી સરકારના વિરૂદ્ધ ઘેરાબંધીમાં જોડાયેલું છે. એક રિપોર્ટ એવા પણ છે કે સહયોગી શિવસેનાએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર તટસ્થ રહેવાની જાહેરાત કરી દીધી છે. શિવસેના સાંસદ ચંદ્રકાંત ખેરે કહ્યું કે 2019ની ચૂંટણી પહેલા અવિશ્વાસના કારણે 2014માં સરકાર બનાવનારી મોદી સરકાર સામે એક સંકટ જરૂર ઉભુ થઇ જશે અને 2019ની ચૂંટણી જીતવા માટે તેમને નવી રણનીતિથી કામ કરવું પડશે.
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગને લઇનો મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં આજે ફરીથી હોબાળો થવાના આસાર પહેલાથી જ હતા, પ્રસ્તાવને લઇને કેટલીક પાર્ટીઓને બાદ કરતા લગભગ આખો વિપક્ષ એકજૂથ થઇ ગયેલો જોવા મળી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની સરકાર વિરૂદ્ધ વિપક્ષ આજે પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઇ રહ્યું હતું.
વળી, કોંગ્રેસ નેતા અશ્વિની કુમારનું કહેવું છે કે તેની પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવની સાથે છે. તેમને વધુમાં કહ્યું કે વિપક્ષ આના પર એકજૂથ છે. અશ્વિની કહે છે કે તેને તો પહેલાથી જ સરકાર પર અવિશ્વાસ છે. વળી, તેમને માહિતી આપી છે કે આ પ્રસ્તાવ લાવવા તેમની પાર્ટીએ જરૂરી 54 મતો એકઠા કરી લીધા છે.
જોકે, લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સરકાર આ મામલે પર ચર્ચા કરવા તૈયાર છે પણ હોબાળાના કારણે તે પોતાની વાત ન હોતી કરી શકતા. ત્યારબાદ સ્પીકર સુમિત્રા મહાજને લોકસભાની કાર્યવાહીને આખાદિવસ માટે સ્થગિત કરી દીધી હતી.
સરકારમાંથી અલગ થયેલી ટીડીપીની પાસે 16 સાસંદ છે. અવિશ્વાસ લાવવાવાળી બીજી એક પાર્ટી વાયએસઆરની પાસે 9 સાંસદ છે. 34 સાંસદો વાળી બંગાળની સીએમ મમતા બેનર્જીની ટીએમસીએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે, એટલે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જરૂરી 54 સાંસદોનું સમર્થન મળી ગયું છે. કોંગ્રેસની સાથ આપે તો આ પ્રસ્તાવને વધુ બળ મળશે.
મોદી સરકાર વિરુદ્ધ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવને લેફ્ટ અને કોંગ્રેસે પણ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરીએ આના પર કહ્યું, અમે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરીશું, મોદી સરકારે આંધ્રપ્રદેશની જનતાની સાથે દગો કર્યો છે. ભાજપે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો પુરો નથી કર્યો. હૈદારબાદને તેલંગાણામાં જવાથી જે આર્થિક ક્ષતિ થઇ છે તેની ભરપાઇ થવી જોઇએ. વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઇતો હતો.
વળી, વાયએસઆર કોંગ્રેસના સાંસદ વાઇવી સુબ્બા રેડ્ડીએ કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે આખો દેશ એ વાતની ખબર પડે કે આંધ્રપ્રદેશના લોકો કેમ મુ્શ્કેલીઓ ઝીલી રહ્યાં છે? એટલે અમે અવિશ્વાસનો પ્રસ્તાવ લઇને આવી રહ્યાં છીએ. અમે બધા વિપક્ષી દળો સાથે વાત કરી છે, બધા સાથ આપી રહ્યાં છે. જ્યારે અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું ત્યારે કોંગ્રેસ, ટીએમસી, સીપીએમ, એસપી અમારી સાથે ઉભા રહેશે.
ટીડીપી અને ટીડીપીનો ઘોર આંધ્રની પાર્ટી વાઇએસઆર કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવની જાહેરાત કરી છે. આના પર વાત કરતા ટીડીપીના સાંસદ રવિન્દર બાબુએ કહ્યું અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કારણ એ છે કે અમારો વિશ્વાસ બીજેપી પરથી ઉઠી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -