Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સંસદમાં ચગ્યો રાફેલ ડીલનો મુદ્દો, વિપક્ષે કર્યા આવા સવાલ તો શાસકે આપ્યો જવાબ, જાણો કોને શું કહ્યું
રાહુલ ગાંધીના આરોપોની જવાબ માટે લોકસભામાં કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ઉભા થયા અને ડૉક્યૂમેન્ટ બતાવ્યા. તેમને કહ્યું કે, ભારતીય મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિેએ ડીલ વિશે કોઇપણ માહિતી આપવાની ના પાડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે પીએમ ફ્રાન્સ ગયા હતા પણ ખબર નથી ત્યાં શું થયું. પણ રક્ષા સોદાની કિંમત એકાએક જાદુથી વધીને 1600 કરોડ થઇ ગઇ. રાહુલે કહ્યું કે, રક્ષામંત્રીએ આંકડા જણાવવાનો વાયદો કર્યો હતો પણ બાદમાં યુ-ટર્ન લઇ લીધો. પીએમના દબાણથી આ બધુ ઠંડુ પડી ગયું.
જોકે, રાફેલ પર રાહુલના નિવેદન બાદ લોકસભામાં જોરદાર હંગામો થયો, બીજેપી સાંસદોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અનંત કુમારે રાહુલના નિવેદન પર ઉભા થઇને નારાજગી વ્યક્ત કરી હતી.
રાહુલે કહ્યું કે, મે આ વિશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી, ત્યારે ખબર પડી કે આવો કોઇ સોદો થયો નથી. રક્ષા મંત્રી દેશને જુઠ્ઠુ બોલ્યા છે.
નવી દિલ્હીઃ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષે જબરદસ્ત સવાલો કર્યો, મોદી સરકારને ઘેરવા માટે સૌથી પહેલા ટીડીપી નેતા ગલ્લા અને ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ આપ્યું. જોકે, આ બધામાં સૌથી નજર રાહુલના ભાષણ પર રહી. રાહુલે મોદી સરકારની ફ્રાન્સ સરકાર સાથે થયેલી રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -