સાતમાં પગાર પંચનાં ભથ્થાં અંગે ભલામણો કેન્દ્રને અપાઈ, જાણો શું થશે ફાયદા-નુકસાન?
સાયકલ, હેર કટિંગ, ફરલો જેવા એલાઉન્સ ખત્મ કરવાની ભલામણ પંચે કરી હતી. અનેક ભથ્થાં તો એવા છે જેમાં 50 પૈસાથી એક રૂપિયા સુધીનું ભથ્થું છે. જ્યારે નવા ભથ્થાં પરફોર્મન્સ આધારીત છે. એટલે કે જે સારું કામ કરશે તેને મોટિવેશન ભથ્થું મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે જૂન 2016માં 7માં પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. અરૂણ જેટલીએ કહ્યું હતું કે, તેનાથી કર્મચારીઓનો લઘુતમ પગાર 7થી 18 હજાર રૂપિયા સુધી વધી જશે. તમામ ક્લાસના કર્મચારીનો બેસિક પગાર 2.57 ગણો વધશે. સરકારે 7માં પગાર પંચના એલાઉન્સ સાથે જોડાયેલ ભલામણો પર રિવ્યૂ માટે એક કમિટી બનાવી હતી. અત્યારે 196 પ્રકારના એલાઉન્સ મળે છે. પે કમીશને 53 એલાઉન્સ ખત્મ કરવા અને 37ને અન્ય એલાઉન્સની સાથે જોડવાની ભલામણ કરી છે.
7માં પગાર પંચને લઈને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈ યૂનિયન્સે ગુરુવારે એક મીટિંગ કરી. નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શન (NJCA)ના કન્વીનર શિવગોપાલ મિશ્રાનું કહેવું છે કે, એલાઉન્સ પર નિર્ણય હવે કેન્દ્ર સરકાર જ કરશે. NJCAએ અશોક લવાસા કમિટીની સાથે 22 ફેબ્રુઆરીએ પણ મીટિંગ કરી હતી. તેમાં બન્ને વચ્ચે એલાઉન્સને લઈને ચર્ચા થઈ હતી.
કમિટી શહેરની કેટેગરીના બેસ પર HRA નવી બેસિક સેલેરીના 24%, 16% અને 8%ની ભલામણ કરી છે. DA બેસિકના 50 ટકાથી વધારે હોવા પર HRA 27%, 18% અને 9% હોય. DA બેસિકના 100 ટકાથી વધારે હોય તો HRA 30%, 20% અને 10% કરવામાં આવે.
લવાસા કમિટીએ તેની સાથે 125 ટકા મોંઘવારી ભથ્થાંને પણ પૂરતું ગણાવ્યું છે. પંચે 196 એલાઉન્સમાંથી 53ને સમાપ્ત કરી નાખ્યા છે અને ઘણા અન્યને એક એલાઉન્સમાં સામેલ કરવાની પણ ભલામણ કરી છે. સૂત્રોના અનુસાર 11 માર્ચે વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામ જાહેર થયા બાદ સરકાર એલાઉન્સ કમિટીની ભલામણોને લાગુ કરી શકે છે.
કમિટીના રિપોર્ટ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને તે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (ટીપીટીએ) મળશે જે તેમને છઠ્ઠા પગારપંચમાં મળતું હતું. કમિટીએ એચઆરએના વર્તમાન 30 ટકા દરને જાળવી રાખવાની ભલામણ કરી છે. પહેલાં સાતમા પગારપંચે એચઆરએ ઘટાડીને 24 ટકા કરવાની ભલામણ કરી હતી, જેનો ભારે વિરોધ થયો હતો.
નવી દિલ્હીઃ સાતમાં પગાર પંચ અંતર્ગત સરકાર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને એચઆર 30 ટકાથી વધારે નહીં કરે. વિતાલે સપ્તાહે એલાઉન્સ કમિટીના અહેવાલ બાદ સરકારે તેને નકારી દીધો હતો. વિતેલા સપ્તાહે પોતાની ભલામણો કમિટીએ નાણાંમંત્રી અરૂણ જેટલીને સોંપી હતી. અહેવાલ અનુસાર, સરકારી કર્મચારીઓના ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો કરવાના મૂડમાં નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -