ગુરમીત રામ રહીમ સાથે સેક્સ સંબંધોના આક્ષેપો અંગે હનીપ્રીતે શું કહ્યું?
જોકે ધરપકડ પહેલા હનીપ્રીત મીડિયા સામે આપોઆપ હાજર થઈ ગઈ હતી અને તેણે પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. હનીપ્રીતે કહ્યું છે કે તે નિર્દોષ છે અને બાબા રામ રહીમ અને પોતાની વચ્ચે બાપ-દીકરીનો સંબંધ છે અને તે પવિત્ર સંબંધ છે. પોતે નિર્દોષ હોવાનું કહીને ઈન્ટરવ્યૂમાં હનીપ્રીતે કહ્યું હતું, ‘જે હનીપ્રીતને તમે દર્શાવી છે તે હનીપ્રીત એવી નથી. તેને જે રીતે દર્શાવાઈ છે તેનાથી હું ખુદ ડરું છું. હું મારી માનસિક સ્થિતિ જણાવી શકતી નથી. મને દેશદ્રોહી કહેવામાં આવી છે જે બિલકુલ અયોગ્ય છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરમીત રામ રહીમને સજા થઈ એ દિવસે પંચકૂલાની કોર્ટમાં પોતે ગઈ હતી તેનો બચાવ કરતા હનીપ્રીતે કહ્યું હતું, ‘પપ્પા સાથે એક પુત્રી કોર્ટમાં જાય છે. આવું મંજૂરી વિના સંભવ નથી. એક યુવતી આટલા સુરક્ષાકર્મીઓ વચ્ચે એકલી પરમિશન વિના કઈ રીતે જઈ શકે છે. બધા પુરાવા દુનિયાની સામે છે. એવામાં હું ક્યાં રમખાણોમાં સામેલ હતી. મેં દીકરી તરીકે ફરજ બજાવી હતી.’
અદાલતના નિર્ણય પછી પંચકૂલા અને બીજા શહેરોમાં થયેલા રમખાણોમાંથી ખુદને અલગ કરતા હનીપ્રીતે કહ્યું હતું, ‘હું કંઈ બોલી જ નથી. હું ક્યાં તોફાનોમાં સામેલ હતી. હું કોર્ટ ગઈ કે સાંજ સુધીમાં પરત આવી જઈશું પણ નિર્ણય વિરુદ્ધમાં આવ્યો તો અમારૂં તો દીમાગ કામ કરતું બંધ થઈ ગયું હતું, ત્યારે કોઈની વિરુદ્ધ ષડયંત્ર ક્યાંથી રચવાના હતા.
મીડિયામાં હનીપ્રીત અને બાબા રામ રહીમના સંબંધો અંગે જે કંઈ દર્શાવાય છે તેનું દુ:ખ વ્યક્ત કરતા હનીપ્રીતે કહ્યું હતું, ‘મને સમજાતું નથી કે બાપ-દીકરીના પવિત્ર સંબંધને કેમ ઉછાળવામાં આવે છે. શું એક બાપ તેની પુત્રીના માથા પર હાથ ન રાખી શકે. શું એક દીકરી પોતાના પિતાને પ્રેમ ન કરી શકે/’ જો કે હનીપ્રીતે વિશ્વાસ ગુપ્તા વિશે કોઈપણ વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો.
ચંદીગઢઃ પંજાબ અને હરિયાણા પોલીસને 38 દિવસ સુધી હાથતાળી આપનાર હનીપ્રીતની મંળવારે પોલીસે ધરપકડ કરી. આજે હનીપ્રીતને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હનીપ્રીતની ધરપકડ બાદ પોલીસે તેની કલાકો સુધી પૂછપરછ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -