હાલ તાત્કાલીક રોકડ ઉપાડની મર્યાદામાં છૂટ નહીં મળે, જાણો તમામ નોટો આવતા કેટલો સમય લાગશે
સુત્રો કહે છે કે, અમારી પાસે એ યોજના છે કે રોકડ ઉપાડની મર્યાદા કયારે દુર કરવી. પણ નિર્ણય સમજી વિચારીને લેવાશે. સરકાર અને રિઝર્વ બેંકને લાગશે કે લોકોને આપવા પુરતા પૈસા છે ત્યારે છૂટ અપાશે. જો કે એક ઝાટકે પણ સમાપ્ત નહિ કરાય પણ તબક્કાવાર રીતે હટાવાશે. જેમાં કેટલાક મહિના લાગશે. જૂની નોટોના બદલામાં નવી નોટ છાપતા ૭ મહિના લાગે તેમ છે. જો બધી ર૦૦૦ની નોટ છપાય તો સ્થિતિ સુધરે તેમ છે. પણ તેમાં પણ સમય લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેંકે કહયું છે કે, ૧૦મી ડીસે. સુધીમાં ૪.૬૧ લાખ કરોડ જારી થયા છે અને આ તારીખ સુધીમાં બેંકોમાં ૧ર.૪૪ લાખ કરોડ જુની નોટો આવી છે. જે નાણામંત્રાલય અને રીઝર્વ બેંકના સહજ સ્તરથી ઓછી છે જેને આધારે તેઓ રોકડની મર્યાદા હટાવવા ઇચ્છે છે.
જો કે નાણામંત્રી જેટલીએ કહયું છે કે જાન્યુ.ના મધ્ય સુધી રોકડના મોરચે સ્થિતિ સામાન્ય થવા લાગશે પણ મળતી માહિતી મુજબ સરકાર અને રીઝર્વ બેંક સ્થિતીની સમીક્ષા કર્યા બાદ જ રોકડની મર્યાદા સમાપ્ત કરવા માટે કોઇ પગલુ લેશે.
ગયા મહિનાની ૮ મીએ જયારે વડાપ્રધાન મોદીએ નોટબંધીનું એલાન કર્યુ તે સમયે કહયું હતું કે પ૦ દિવસ માટે લોકોએ લાઇનમાં ઉભુ રહેવું પડશે. અને તે દરમ્યાન ઉપાડની મર્યાદા લાગુ થશે. જો કે હજુ સુધી બેંકો અને એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર આદેશ નથી આવ્યો. પણ લોકો એવું માનીને ચાલે છે કે ૩૧મી પછી આ મર્યાદા સમાપ્ત થઇ જશે. હાલ બચત ખાતામાં સપ્તાહમાં રૂ. ર૪૦૦૦ ચાલુ ખાતામાંથી પ૦,૦૦૦ રૂપિયા અને એટીએમમાંથી રૂપિયા રપ૦૦ પ્રતિદિન ઉપાડી શકાય છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે કહ્યું હતું કે, ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના મધ્ય સુધીમાં નોટબંધી સામે લોકોને થતી હાલાકીમાંથી છૂટકારો મળશે. પરંતુ નોટબંધીના સમયમાં રોકડ ઉપાડવાની મર્યાદા સંદર્ભે ક્યારે રાહત મળશે તે અંગે કંઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું. હાલમાં તો એટીએમ અને બેંકોમાંથી રોકડ ઉપાડની મર્યાદા હજુ યથાવત રહે તેવી શક્યતા છે કારણ કે સરકાર અને રીઝર્વ બેંક સંપૂર્ણ રીતે નિશ્ચિત થયા બાદ જ આ મર્યાદા હટાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -