નવી નોટની અછત કાળાનાણાંને રોકવા માટેની કોઈ રણનીતિ તો નથી?
વર્ષ 2015-16 દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં એક હજાર રૂપિયાની 635 કરોડ નોટ ચલણમાં હતી, જ્યારે પાંચસોના દરની 1570 કરોડ નોટ. જ્યારે બીજી તરફ રિઝર્વ બેંકે નોટ ખરાબ થવાના કારણે એક હજારના દરની સવા છ કરોડ નોટ બજારમાંથી દુર કરી તેને નષ્ટ કરી, જ્યારે પાંચસોના દરની 28 કરોડ નોટને દુર કરી હતી. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે પાંચસોની નોટના બદલે મોટાભાગે એક હજારના દરની નોટો મોટી રકમ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારની ઈચ્છા એ પણ હશે કે ઓનલાઈન બેંકિગ ટ્રાંજેક્શન અથવા ડિજિટલ મોબાઈલ ટ્રાંજેક્શન વધવાના કારણે ભ્રષ્ટાચાર રોકવામાં સફળતા મળશે. સરકારી સુત્રોનુ કહેવું છે કે જે વેપારીઓ આયકર વિભાગના અધિકારીઓની મનમાનીથી પરેશાન રહે છે, તેમને પણ ઓનલાઈન બેકિંગના કારણે તકલીફોમાંથી છુટકારો મળશે. જો વેપારી અને ઉદ્યોગ સાહસિકોની રકમ બેંકની અંદર હશે, તો આયકર વિભાગના અધિકારીઓની દાદાગીરી, આકારણી પણ ક્યાં ચાલશે, જેની રોકકળ વેપાર જગત કરતું હોય છે. સીધી રીતે સંદેશ આપવો સરળ નથી, જેના કારણે ફેરવીને આ સંદેશ પહોંચાડવામાં આવે છે.
સરકારના નોટબંધીના નિર્ણય બાદ એવો પ્રયાસ કરી રહી છે કે મોટા પ્રમાણમાં 500 અને 2000 રૂપિયાના દરની નવી નોટો બજારમાં ન રહેવા દેવામાં આવે, જેથી કાળાનાણાં માટે તેનો સંગ્રહ ન થઈ શકે. ઉચ્ચ અધિકારીઓની માનીએ તો સરકાર નોટબંધીને લઈને આલોચનાનો સામનો કરવા માટે સરકાર માનસિક રીતે તૈયાર છે, કારણ કે તેમનો પ્રયાસ લોકોને ડિજિટલ પેમેંટ તરફ વાળવાનો છે. ઉલ્લખનિય છે કે 500 અને 2000ના દરની નવી નોટો સરળતાથી એકઠી કરવી મુશ્કેલ છે. જેના કારણે બીજી તરફ સરકાર ડિજિટલ ટ્રાંજેક્શન કરવા પર છુટ આપી રહી છે. બેંકોના ધ્યાન બહાર મોટી સંખ્યામાં નોટ ન નિકળે તેની પણ કોશિશ કરવામાં આવી રહી છે.
મોદી સરકારના ઉચ્ચ અધિકારીના સુત્રોનુ કહેવું છે કે રધુરામ રાજન જ્યારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર હતા, ત્યારે એ વાત સામે આવી હતી કે રિઝર્વ બેંકે એક હજારના દરની જેટલી નોટ છાપી છે તેમાંથી માત્ર એક તૃત્યાંશ નોટો જ સર્ક્યુંલેશનમાં છે, જ્યારે બાકીની નોટો એવા લોકોની તિજોરી એને લોકરોમાં પડી છે જે કાણાનાણાંના કારોબાર સાથે જોડાયેલા છે.એવી જ રીતે 500 રૂપિયાના દરની નોટો પણ રિઝર્વ બેંકમાંથી નિકળ્યા બાદ તુરંત ગાયબ થઈ જાય છે, અને કાળાનાણાનો ઉપયોગ કરવાનું માધ્યમ બને છે.
નવી દિલ્લી: નોટબંધીના એક મહિના બાદ પણ મુશ્કેલીઓ યથાવત છે. નવી નોટો સરળતાથી મળતી નથી, તેમજ લાંબો સમય સુધી એટીએમની લાઈનમાં સમય પસાર કરવો પડે છે. કેંદ્ર સરકાર અને રીઝર્વ બેંકની આ કોઈ નવી રણનીતિ તો નથી ને? ઉલ્લેખનિય છે કે સરકાર વિચારી રહી છે કે સરળતાથી નવી નોટો મળી રહેશે તો કાળા નાણાનું સંકટ ફરિવાર ઉભુ થશે. જેના કારણે રિઝર્વ બેંક અને સરકાર એવી કોશિશ કરી રહ્યા છે કે કાળાનાણાંનો સંગ્રહ કરનારા પાસે નવી નોટો સરળતાથી ન પહોંચે. સરકાર બીજી તરફ કેશલેસ અને ડિજિટલ ટ્રાંજેક્શન પર ભાર મુકી રહી છે. જ્યારે એવી સાવધાની પણ રાખવામાં આવી રહી છે કે સરળતાથી મોટી કરેંસી ઉપલબ્ધ ન હોય જેના કારણે સંગ્રહ ન કરી શકે, જે લોકો ટેક્ષની ચૂકવણી કર્યા વગર કાળાનાણાંનો સંગ્રહ કરવા માટે મોટી કરેંસીનો સહારો લેતા હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -